Nov 28,2014 06:39:41 PM IST
 

પાંડેસરામાં મહિલાનો અછોડો તોડાયો

May 05, 2013 02:07 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 285
Rate: 0
Rating:
Bookmark The Article


સુરત : પાંડેસરા હાઉસિંગમાં સવારે પોણા સાતેક વાગ્યે સ્કૂલ સામેથી પસાર થતી મહિલાને બાઇકર્સે નિશાન બનાવી હતી. ગળામાંથી ઝપટ મારી ૧૫ હજાર કિંમતની ચેઇન તોડી બે યુવકો મોટરસાઈકલ ઉપર ફરાર થઇ ગયા હતાં.

પાંડેસરા પોલીસ મથકના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હાઉસિંગ બોર્ડ વસાહતમાં ગોપલભાઇ ક્રિશ્નાભાઇ પાંડા તેમના પરિવાર સાથે રહે છે. ગોપાલભાઇના પત્ની સુપ્રભાબહેન શનિવારે સવારે પોણા સાતેક વાગ્યે હાઉસિંગમાં સેન્ટ એન્ડયૂ સ્કૂલ સામેથી પસાર થતાં હતાં. આ દરમિયાન એક બાઇક ઉપર બે યુવકો આવ્યા હતાં. આ યુવકોએ સુપ્રભાબહેનના ગળામાં ઝપટ મારી સોનાની ચેઇન તોડી લીધી હતી. પંદર હજાર રૂપિયા કિંમતની સોનાની ચેઇન તોડી જનાર યુવકો સામે સુપ્રભાબહેને ફરિયાદ નોંધાવતા સબઇન્સ્પેક્ટર મોરીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com