Apr 23,2014 11:14:23 PM IST
 

ભંગારનું ગોડાઉન અને ઢોરવાડો દૂર કરી જમીન ખુલ્લી કરાઇ

May 05, 2013 02:07 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 319
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત, તા. ૪

સુરત મહાપાલિકાના કતારગામ ઝોને ભરીમાતા અને ફૂલવાડી વિસ્તારમાં રિઝર્વ પ્લોટ ઉપર થયેલું ગેરકાયદે દબાણ દૂર કરાવ્યું છે. ૩૩ હજાર ચોરસ ફૂટ જમીન ઉપર તાણી દેવાયેલું ભંગારનું ગોડાઉન અને ઢોરનો તબેલો દૂર કરાયો હતો. ફૂલવાડી વિસ્તારમાં પાલિકાએ યુટિલિટી સેન્ટરના હેતુ માટે આ જમીન રિઝર્વ રાખી હતી.

  • પાલિકાના કતારગામ ઝોને ૩૩ હજાર ચો.ફૂટ જમીનનો કબજો લીધો

કતારગામ ઝોન દ્વારા આજે ઝોન વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા ઝુંબેશ હાથ ધરાઇ હતી.

આ ઝુંબેશ અંતર્ગત ફૂલવાડી ભરીમાતા વિસ્તારમાં આશરે ૩૩ હજાર ચોરસ ફૂટ માપમાં અજાણ્યા લોકો દ્વારા ગેરકાયદે દબાણ ઊભું કરાયું હતું.

આ દબાણ આજે ઝોન દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. અલગ અલગ લોકો દ્વારા આ પ્લોટ ઉપર આશરે ૧૫ જેટલાં ભંગારના ગોડાઉન બનાવી દેવાયા હતા. આ ઉપરાંત ઢોરના તબેલાઓ પણ તાણી દેવાયા હતા. આ તમામ ગેરકાયદે દબાણ દૂર કરી કતારગામ ઝોને જમીન ખુલ્લી કરી હતી. આ પ્લોટનો ફરી સુરત મહાપાલિકા હસ્તક કબજો લેવાયો હતો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com