180X600.jpg
Jul 29,2016 07:29:12 PM IST
 

કર્ણાટકમાં 223 વિધાનસભા સીટો માટે મતદાન જારી

May 05, 2013 12:01
 
Karnataka,Karnataka Assembly Elections,Voting,BJP,Congress,BS Yeddyurappa Tags:   Karnataka Karnataka Assembly Elections Voting BJP Congress BS Yeddyurappa comment     E-Mail     Print    
 
Viewed: 3468
Rate: 0
Rating:
Bookmark The Article

બેંગલોર, 5 મે

કર્ણાટકમાં 223 મતવિસ્તાર સીટો માટે મતદાન રવિવારની સવારે સાત વાગ્યાથી કડક સુરક્ષા વચ્ચે શરૂ થઇ ગયુ છે. સાંજના છ વાગ્યા સુધી ચાલનારા મતદાનમાં લગભગ 4.36 કરોડ મતદાતા તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. તે લગભગ 3,000 ઉંમેદવારો ચૂંટણી મેદાનમાં તેમનુ નસીબ અજમાવવી રહ્યા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સવારના નવ વાગ્યા સુધી 8.9 ટકા મતદાન થઇ ચુક્યુ હતુ.

શાંતિપૂર્ણ મતદાન માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી આયોગે 9954 મતદાન કેન્દ્રોને સંવેદનશીલ ઘોષિત કર્યા છે. મતદાન દરમિયાન રાજ્યભરમાં 1.35 લાખ પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે.

આ ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના વિરોધની વચ્ચે ભાજપ પર સત્તામાં બની રહેવાનો દબાવ છે જ્યારે કોંગ્રેસ આઠ વર્ષ પછી સત્તામાં પાછા ફરવાના સપનાઓ જોઇ રહી છે. આ ચૂંટણીમાં મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર, યેદીયુરપ્પા, કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જી પરમેશ્વરના આજે ભાગ્યનો ફેંસલો થવાનો છે.

પિરિયાપટના સીટથી ભાજપ ઉમેદવારના અવસાનને કારણે ત્યાં મતદાન 28 મેના રોજ થશે.
 
Share This