180X600.jpg
Jul 25,2016 09:24:50 PM IST
 

વાંચો: છૂટાછેડાના કાગળો ભેગા કરીને બનાવ્યો અદભુત ડ્રેસ

May 05, 2013 12:35
 
Divorce.Divorce Papers,Divorce Dress,Schoolgirl,GCSE Art Coursework,Facebook Tags:   Divorce.Divorce Papers Divorce Dress Schoolgirl GCSE Art Coursework Facebook comment     E-Mail     Print    
 
Viewed: 5018
Rate: 3.5
Rating:
Bookmark The Article

કરાવલી, 5 મે

ઈંગ્લેન્ડના નાના શહેરમાં રહેનારી 15 વર્ષની ઓટ્રેસ વિદ્યાર્થી ડેમી બાએ એક પ્રોજેક્ટને માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર એક મહત્વપૂર્ણ વાત સામે લાવી છે. બાર્ન્સે 1500થી પણ વધારે છૂટાછેડા વાળા લોકોના કાગળો ભેગા કરીને તેને એક આકર્ષક ડ્રેસ બનાવ્યો છે. તેનો આ ડ્રેસ ઇન્ટરનેટ પર પણ ઘણો એવો છવાઇ ગયો છે અને તેને વિશ્વના પ્રખ્યાત ડિઝાઇનર્સનુ પણ ધ્યાન તેની તરફ ખેંચ્યુ દીધુ છે. બાર્ન્સે આ ડ્રેસ તેના જી.સી.એસ.ઇ.આર્ટ પરીક્ષા માટે બનાવ્યો હતો. તેને જણાવ્યુ હતુ કે, વાસ્તવમાં આ ઘણુ અઘરુ કામ હતુ અને મને ખબર ન હતી કે આ કામ કેવી રીતે પાર પડશે. આ બધુ જ કામ તેને દસ કલાકના સમયમાં પૂરુ કરી લીધુ હતુ.

બાર્ન્સે ઇટલીમાં રહેતા તેના ભાઇને આ ડ્રેસ દેખાડવા માટે  સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર મુક્યો હતો. થોડાક જ કલાકમાં ઘણા લોકો તેના આ બનાવેલા ડ્રેસને લાઇક પણ કરી ચુક્યા હતા. માત્ર આઠ દિવસ પછી ફેસબુક પર તેનો ડ્રેસ અને ફોટોને 46,000થી પણ વધારે લાઇક અને 2,000 શેર મળી ચુક્યા હતા. ટમ્બલર પર તેને 130,000થી પણ વધારે હિટ પણ મળી ચુકી છે.
 
Share This