Aug 28,2014 08:36:19 PM IST
 

સરબજિત હત્યા કેસમાં પાક. જેલના ત્રણ અધિકારી સસ્પેન્ડ કરાયા

May 05, 2013 17:03 World
 
Tags:   Sarabjit Singh Pakistani Jail Mohsin Rafique Ishtiaq Gill Ghulam Sarwar Sumra comment     E-Mail     Print    
 
Viewed: 1458
Rate: 0
Rating:
Bookmark The Article

લાહોર, તા. ૪

પાકિસ્તાનની જેલમાં જીવલેણ હુમલાનો ભોગ બનવાને કારણે મોતને ભેટેલા ભારતીય સરબજિતના ભારતમાં અંતિમ સસ્કાર કરી દીધા છે ત્યારે હવે પાકિસ્તાનની જે જેલમાં સરબજિત પર હુમલો થયો હતો તે જેલના ત્રણ સિનિયર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લાહોરની કોટ લખપત જેલમાં સરબજિત પર ક્રૂર હુમલામાં ત્રણ જેલઅધિકારીઓની ભૂલ બહાર આવતાં પાક.પંજાબના ગૃહસચિવે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. વિશ્વસનીય સૂત્રોએ પીટીઆઇને જણાવ્યું હતું કે સસ્પેન્ડ કરાયેલા કોટ લખપત જેલના સુપરિન્ટેન્ડેન્ટ મોહસિન રફીક, એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઇશ્તિઆક ગિલ અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ગુલામ અરવર સુમરાનો સમાવેશ થાય છે.

ભારતીય કેદી સરબજિત પર ૨૬મી એપ્રિલના રોજ લાહોરની કોટ લખપત જેલમાં અન્ય કેદીઓએ જીવલેણ હુમલો કર્યો હતો, જેને પગલે બાદમાં સરબજિતનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર પ્રકરણમાં હુમલો કરનારા બે કેદીઓની વિરુદ્ધ પણ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ૧૯૯૦માં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં થયેલા બોમ્બ વિસ્ફોટ મામલે પાક.ની કોર્ટે સરબજિતને ફાંસીની સજા સંભળાવી હતી, જોકે સરબજિત પર થયેલા હુમલાને કારણે તેને લાહોરની જિન્નાહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com