180X600.jpg
Sep 03,2015 09:58:32 AM IST
 

ઓગસ્ટમાં ત્રિપુરા સંપૂર્ણ સાક્ષર રાજ્ય બનશે

May 05, 2013 17:22
 
Tags:   Tripura Rural Areas The Hilly Regions Literacy Village Level Agriculture Department comment     E-Mail     Print    
 
Viewed: 1373
Rate: 0
Rating:
Bookmark The Article

અગરતલા, તા. ૪

૨૦૧૧ની વસતી ગણતરીને આધારે ત્રિપુરા સાક્ષરતામાં દેશમાં ત્રીજા નંબરે

અધિકારીઓના જણાવ્યાનુસાર ઓગસ્ટ સુધીમાં ત્રિપુરાને નિરક્ષરતામુક્ત બનાવવા માટે ત્રિપુરા રાજ્ય સાક્ષરતા અભિયાન(ટીએસએમએલ)માં જોરશોરથી જોડાઈ ગયું છે. શુક્રવારે યોજાયેલી ટીએસએમએલની એક મિટિંગમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ અભિયાન અંગે અધિકારીઓએ કહ્યું કે, અમે ત્રણ દાયકાથી ગ્રામીણ વિસ્તારો અને ડુંગરાળ પ્રદેશોમાં સાક્ષરતાનો પ્રચાર કરવા માગતા હતા, પરંતુ ત્યાં રહેલા નક્સલવાદને લીધે અમે આ અભિયાન યોગ્ય રીતે નહોતા ચલાવી શકતા, જોકે હવે ત્યાંથી નક્સલવાદ દૂર થઈ રહ્યો છે તો અમે આ અભિયાનને સારી રીતે પાર પાડી શકીશું. ગ્રામીણ વિસ્તારો અને ડુંગરાળ પ્રદેશોમાં સાક્ષરતા લાવવા માટે અમે ગ્રામ્ય લેવલના કામદારો, એગ્રિકલ્ચર વિભાગ અને આંગણવાડીના શિક્ષકો સિવાય એનજીઓની પણ મદદ લીધી છે. ૨૦૧૧માં દેશમાં કરવામાં આવેલ વસતી ગણતરીને આધારે ત્રિપુરા સાક્ષરતામાં દેશમાં ત્રીજા નંબરે આવે છે.

 
Share This



 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com