Oct 30,2014 09:24:46 PM IST
 

ચીન સૈનિકો ડીબીઓમાં ખૂબ અંદર સુધી ઘૂસી આવ્યા હતા

May 05, 2013 17:32 National
 
Tags:   China China Soldiers India Drawn Aircraft Delhi Tent comment     E-Mail     Print    
 
Viewed: 3473
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, 5 મે

ડ્રોન વિમાનોના વીડિયો ફૂટેજ તપાસતાં થયેલો ઘટસ્ફોટ

લદાખમાં ભારતીય હદની ૧૯ કિ.મી. અંદર ટેન્ટ લગાવતાં ચીનના પીપલ્સ લિબરેશન આર્મીએ દોલતબેગ ઓલ્ડી વિસ્તારમાં ભારતીય સૈન્યનાં સ્થાન અંગે તપાસ કરી હતી. બે દેશો વચ્ચે ઊભા થયેલા તણાવ બાદ સૈન્યવડા બિક્રમસિંહે ફરી એક વખત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનનની સાથે વર્તમાન પરિસ્થિતિ અંગે વાતાઘાટો કરી હતી.

ડ્રોન વિમાનોએ ઝડપેલાં વીડિયો ફૂટેજ તપાસતાં જોવા મળે છે કે એપ્રિલ માસમાં ચીને દોલતબેગ ઓલ્ડીના ત્રણ ભાગોમાં એક સાથે ખૂબ અંદર ઘૂસણખોરી કરી હતી, જોકે આ મુદ્દે દબાણ વધતાં ચીની સૈનિકોએ આ ક્ષેત્રમાંથી પીછેહઠ કરી હતી.

૧૫મી એપ્રિલના રોજ ચીની સૈનિકો ભારતીય ક્ષેત્રોમાં ઘૂસી ગયા હતા અને તેમણે રાકીનાલા વિસ્તારમાં પાંચ જગ્યાઓ ઉપર ટેન્ટ બાંધી દીધા હતા. આ વિસ્તારથી માત્ર ૧૦૦ મીટર દૂર ભારતીય સૈન્યના ટેન્ટ આવેલા છે.

ભારત અને ચીન વચ્ચે ઊભો થયેલો તનાવ દૂર કરવા બન્ને દેશો વચ્ચે ૧૮, ૨૩ અને ૩૦મી એપ્રિલના રોજ નિષ્ફળ ફ્લેગ મિટિંગ યોજાઇ હતી. ભારતે ચીનનાં સૈન્યને ૧૫મી એપ્રિલ પહેલાંની પોઝિશન પર હટી જવાની માગણી કરી હતી, જોકે ચીને જણાવ્યું હતું કે તેનું સૈન્ય પોતાના કબજા હેઠળના વિસ્તારમાં જ પેટ્રોલિંગ કરી રહ્યું છે.

છેલ્લાં ૨૦ વર્ષ દરમિયાન ચીને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી)ના ૪,૦૫૭ કિ.મી.ના વિસ્તારમાં મોટાપાયા પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. બીજી બાજુ ભારતે પણ પોતાની સરહદોની સુરક્ષા વધારવાની રણનીતિ અપનાવી છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com