Aug 01,2014 03:18:40 PM IST
 

ભારત-પાક.ના કેદી જેલમાં એકબીજાને જોઈ શકશે નહીં

May 05, 2013 20:38 National
 
Tags:   Jammu Pakistan India Prisoners Jail comment     E-Mail     Print    
 
Viewed: 1817
Rate: 0
Rating:
Bookmark The Article

જમ્મુ, 5 મે

હિંસાને  ટાળવા માટે પાક.ના કેદીઓને ભારતના કેદીઓથી અલગ રાખવામાં આવશે

જમ્મુની કોટ ભલવાલ જેલમાં બંદ ભારત-પાક.ના કેદીઓ હવે એકબીજાને જોઈ શકશે નહીં, હવે તેમને કોઈ પણ કાર્ય માટે નિશ્ચિત કરાયેલા સમયમાં જ બેરેકની બહાર કાઢવામાં આવશે. બન્ને દેશના કેદીઓ વચ્ચે કોઈ પણ પ્રકારની અથડામણ ન થાય તે માટે જેલપ્રશાસને આ પગલાં ઉઠાવ્યાં છે.

શનિવારે પાકિસ્તાની કેદી સનાઉલ્લાહ પર હુમલો થયા બાદ ગૃહસચિવ સુરેશકુમાર અને ડાયરેક્ટર જનરલે કોટ ભલવાલ જેલની મુલાકાત લીધી હતી. બન્ને અધિકારીઓએ જેલમાં કેદીઓ માટેની સુરક્ષા અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન હિંસાને ટાળવા માટે પાક.ના કેદીઓને ભારતના કેદીઓથી અલગ રાખવા નિર્દેશ કરવામાં આવ્યો હતો. બન્ને અધિકારીઓએ જેલના વહીવટી તંત્ર સાથે બેઠક પણ યોજી હતી અને તેમને આદેશ આપ્યો હતો કે, પાકિસ્તાની કેદીઓની પૂર્વ સલામતી માટે યોગ્ય પગલાં લેવામાં આવે.

પાક.ના કેદીઓનો બેરેકમાંથી બહાર નીકળવાનો સમય બદલી દેવામાં આવે જેથી તેમનો સામનો ભારતીય કેદીઓથી ન થાય. કોટ ભલવાલ જેલમાં પાકિસ્તાની કેદીઓ માટે અલગથી ત્રણ બેરેક રાખવામાં આવી છે, જોકે જમવાનું બનાવવા, જમવા, સાફસફાઈ અને અન્ય દૈનિક કર્યો માટેનો સમય એક જ હોવાથી તેમને ભારતીય કેદીઓની સાથે જ બેરેકમાંથી બહાર કાઢવામાં આવે છે.

ભલવાલ જેલમાં સુરક્ષા અંગે લાપરવાહી કરતાં જેલના વોર્ડન સહિત છ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ પહેલાં પણ જેલના વડા રજની સેહગલ સહિત ચાર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com