180X600.jpg
Jun 30,2016 07:26:14 PM IST
 

લાહોરની જેલમાં કેદ ૨૦ ભારતીય કેદીઓ માનસિક રીતે બીમાર

May 05, 2013 18:44
 
20 Indian Prisoners,Mentally Ill,Sarabjit Singh,Attacked,Lakhpat Jail,Karachi,Rawalpindi Tags:   20 Indian Prisoners Mentally Ill Sarabjit Singh Attacked Lakhpat Jail Karachi Rawalpindi comment     E-Mail     Print    
 
Viewed: 2339
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી, 5 મે

ભારતીય કેદીઓને પાક.ની જેલમાં યોગ્ય સારવાર નથી મળતી

પાકિસ્તાનનાં લાહોરની કોટ લખપત જેલમાં સજા ભોગવી રહેલા ભારતીય કેદીઓ માનસિક રીતે બીમાર હોવાની માહિતી જ્યુડિશિયલ પેનલે આપી છે. આ એ જ જેલ છે જ્યાં ભારતીય કેદી સરબજિત પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેનું મોત નીપજ્યું હતું. કોટ લખપત જેલમાં ભારતીય કેદીઓની માનસિક બીમારીને જેલના અધિકારીઓ ધ્યાન પર ન લેતા હોવાનો દાવો કેદીઓ પર કામ કરતી ભારત-પાક.જ્યુડિશિયલ કમિટીએ કર્યો છે.

આ જ્યુડિશિયલ કમિટીએ પાકિસ્તાનની વિવિધ જેલો જેમ કે કરાચી, રાવલપિંડી, લાહોરની ગત સપ્તાહે મુલાકાત લીધી હતી, આ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે લાહોરની કોટ લખપત જેલમાં સજા ભોગવી રહેલા ૨૦ કેદીઓ, રાવલપિંડીની અડિયાલા જેલના બે કેદીઓ, જ્યારે કરાચીની માહિર જેલના એક કેદી મળી કુલ ૨૩ ભારતીય કેદીઓ માનસિક રીતે બીમાર છે. કમિટીએ જણાવ્યું હતું કે જે કેદીઓ માનસિક રીતે બીમાર છે, મૂક-બધિર છે તેવા કેદીઓને ખાસ હોસ્પિટલ કે સ્પેશિયલ ઇન્સ્ટિટયૂશન્સમાં રાખવા જોઇએ.

પાકિસ્તાનની જુદી જુદી જેલોમાં બંધ કુલ ૫૩૫ કેદીઓનાં સ્વાસ્થ્યની ભારત-પાક. જ્યુડિશિયલ કમિટીએ તપાસ કરી હતી. આ કેદીઓમાં ૧૧ કિશોર સહિત ૪૮૩ માછીમારોનો પણ સમાવેશ થાય છે. આ કેદીઓમાંથી ૨૩ કેદીઓ એવા છે જેઓ માનસિક રીતે બીમાર છે. વર્ષ ૨૦૦૭માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કરાર થયા હતા જે દરમિયાન ભારત-પાક. જ્યુડિશિયલ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીનું સંચાલન નિવૃત્ત જજોને સોંપવામાં આવે છે, કમિટીનો મુખ્ય ઉદૃેશ્ય બન્ને દેશોના કેદીઓના માનવઅધિકારોનું ધ્યાન રાખવાનો છે.

 
Share This





 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com