180X600.jpg
Jul 26,2016 08:04:25 AM IST
 

લંડનના મેયરે ભારતીય છાત્રોનો પક્ષ લીધો

May 12, 2013 20:48 NRI >
 
London,Britain,Mayor Boris Johnson,Indian Student, Higher Education Tags:   London Britain Mayor Boris Johnson Indian Student Higher Education comment     E-Mail     Print    
 
Viewed: 5838
Rate: 5.0
Rating:
Bookmark The Article

લંડન, 12 મે

વિઝાના નિયમોમાં કરાયેલી સખતાઈ બાદ બ્રિટનમાં ઉચ્ચ શિક્ષણ માટે આવતા ભારતીય છાત્રોની અરજીમાં ભારે ઘટાડો નોંધાતાં લંડનના મેયર બોરિશ જોનસને આ નિયમો પર ફરી એકવાર વિચારણા કરવા કહ્યું છે. એક સભામાં જોનસને કહ્યું કે, વિઝાનિયમોમાં સખતાઈથી ભારતના કુશળ છાત્રો બ્રિટનમાં ભણવા નહિ આવી શકે અને સાથે જ બ્રિટનની પ્રતિષ્ઠા પર પણ સવાલો ઊભા થશે.

તેમણે કહ્યું કે વિઝા માટેના નિયમો એવા હોવા જોઈએ કે, જેથી વધુમાં વધુ ભારતીય છાત્રો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા બ્રિટન આવે. લંડનમાં ભારતીય છાત્રોનો ઇતિહાસ અત્યંત મહત્વપૂર્ણ રહ્યો છે અને અમે કાયમ વધુને વધુ ભારતીય છાત્રોને અહીં જોવા માગીએ છીએ. ભારતીય છાત્રોએ લંડનમાં ઉચ્ચ શિક્ષણ માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને મેં સરકાર સમક્ષ આ વાતની વારંવાર રજૂઆત કરી છે.

લંબર પાર્ટીના નેતા લોર્ડ સ્વરાજ પોલ જોનસનને ભારતનો જમાઈ કહી સંબોધે છે, કારણ કે, જોનસનની પત્ની મરિના વ્હીલર ભારતીય મૂળની છે.

 
Share This