180X600.jpg
Jul 26,2016 01:33:22 AM IST
 

બ્રિટને ભારતીયો માટે સેમ ડે સુપર-પ્રાયોરિટી વિઝા શરૂ કર્યા

May 15, 2013 15:07 NRI >
 
Britain,Visa,India,UK,London Tags:   Britain Visa India UK London comment     E-Mail     Print    
 
Viewed: 8743
Rate: 4.0
Rating:
Bookmark The Article

લંડન, તા.૧૪

ભારતમાંથી તાત્કાલિક બ્રિટન આવવા માગતા લોકો માટે બ્રિટને નવી સુપર પ્રાયોરિટી સેમ ડે વિઝા ર્સિવસ વિશ્વમાં કોઇપણ સ્થળે શરૂ કરવામાં આવનાર છે. સુપર પ્રાયોરિટી વિઝા ર્સિવસ શરૂ કરવાની જાહેરાત વડાપ્રધાન ડેવિડ કેમરૂને તેમની આ વર્ષના ફેબ્રુઆરીમાં તેમની ભારત મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી.

યુકે દ્વારા પ્રથમ પ્રકારની આવી ર્સિવસ વિશ્વમાં કોઇપણ સ્થળે શરૂ કરાશે

 વિશ્વમાં કોઇપણ સ્થળે શરૂ થનારી આવી પ્રથમ પ્રકારની સેવાના અનુસંધાને યુકે હોમ ઓફિસ દ્વારા ભારતમાં એપોઇન્ટમેન્ટ માટે મંગળવારથી બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

અન્ય કોઇ દેશ કરતાં ભારતમાં પહેલા સુપર-પ્રાયોરિટી વિઝા યોજના શરૂ કરતા અમને આનંદ થયો છે, તેમ ભારત ખાતેના બ્રિટીશ હાઇ કમિશનર સર જેમ્સ બિવાને જણાવ્યું હતું.

પ્રથમ વખત જ, ભારતીય મુલાકાતીઓને યુકેનો સેમ ડે વિઝાનો વિકલ્પ મળી રહેશે, જે અમારી સુંદર વિઝા ર્સિવસને વધુ સારી બનાવવાનો અમારો ઇરાદો વ્યક્ત કરે છે, અમે અપેક્ષા રાખીએ છીએ કે આ નવી સેવા ખાસ કરીને બિઝનેસ માટે પણ ઉપયોગી બની રહેશે, તેમ કહી તેમણે ઉમેર્યું હતું કે આનાથી ઘણા ઓછા સમયમાં યુકે જવા માગતા લોકોને લાભ થશે.

ઓછા સમયમાં યુકે જવાની તક સર્જાઇ છે, અમે ઇચ્છીએ છીએ કે ભારતીય ઉદ્યોગ સાહસિકો અને બિઝનેસમેન આ તક ઝડપી લેશે. યુકે અને ભારત બન્ને વર્ષ ૨૦૧૫ સુધીમાં વેપાર બમણો કરવાની મહેચ્છા ધરાવે છે. નવા સુપર પ્રાયોરિટી વિઝા આ લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદરૂપ બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.

સુપર પ્રાયોરિટી વિઝા એક વૈકલ્પિક સેવા છે, જે મેળવવા માટે ધોરણ મુજબની ફી ઉપરાંત ૬૦૦ પાઉન્ડની વધારાની ફી ચૂકવવાની રહેશે. અરજદારે ઓનલાઇન ફોર્મ ભરી એપોઇનમેન્ટ દ્વારા તેઓની અરજીઓ સવારના ૯.૩૦ પહેલા મોકલવાની રહેશે. જો અરજી સ્વીકારાશે તો નવી દિલ્હીમાં તે જ દિવસે સાંજે ૫.૩૦ સુધીમાં અને મુંબઇમાં તેજ દિવસે સાંજે ૬.૩૦ સુધીમાં વિઝા મળી જશે. યુકેની વર્તમાન ફાસ્ટ ટ્રેક ર્સિવસ અને તાજેતરમાં જાહેર કરાયેલા ઓનલાઇન પેમેન્ટ ઓપ્શનના કારણે આ શક્ય બનશે. નવી ર્સિવસ ગ્રાહકોને છ મહિના અથવા બે વર્ષ મલ્ટિપલ એન્ટ્રી વિઝિટ વિઝા (વિદ્યાર્થી મુલાકાતી સિવાયના) અરજી કરી શકશે, જેઓએ આ પહેલાં યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા, ન્યઝીલેન્ડ, કેનેડા અથવા સ્કેનજેન દેશનો છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પ્રવાસ કરેલો હોય.

યુકે બિઝનેસ એક્સપ્રેસ પ્રોગ્રામની સભ્યો હોય તેવી કંપનીઓ દ્વારા સ્પોન્સર્ડ વિઝા અરજદારો માટે પણ આ સુવિધા પ્રાપ્ત છે. બ્રાઇટેસ્ટ અને બેસ્ટ વર્ક અને બિઝનેસ કરવા માટે અમે બ્રિટનને આકર્ષક સ્થળ બનાવવા પ્રતિબદ્ધ છીએ તેથી અમારા અમૂલ્ય ગ્રાહકોને સેવા પૂરી પાડવા ભારતમાં નવી સેવા શરૂ કરી છે, તેમ ઇમિગ્રેશન પ્રધાન માર્ક પાર્પરે જણાવ્યું હતું. યુકેની વિશ્વમાં સૌથી મોટી વિઝા કામગીરી ભારતને લગતી છે, જે દર વર્ષે ચાર લાખ અરજીઓ બાબતે કાર્યવાહી કરે છે. સરકારી દાવા મુજબ આમાની ૯૭ ટકા અરજીઓ યુકે બિઝનેસ વિઝિટ વિઝા અને ૮૬ ટકા વિઝિટ વિઝાને મંજૂરી આપવામાં આવે છે. કમ્પેસનેટ ગ્રાઉન્ડ પર ઝડપી વિઝા માટેની કામગીરી આ નવી સેવાથી દૂર થઇ નથી.

 
Share This