Apr 25,2015 04:27:39 PM IST
 

ભારતીય તોશા ઠક્કરના હત્યારા ઓસ્ટ્રેલિયનને ૪૫ વર્ષની જેલ

May 18, 2013 12:53 NRI >
 
Tags:   Australian Rape Indian Girl Tosha Thakkar Supreme Court Meadowbank Park Dean Shillingsworth comment     E-Mail     Print    
 
Viewed: 10503
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

મેલબોર્ન, 18 મે

બળાત્કાર કરી લાશને સૂટકેસમાં પેક કરી નદીમાં ફેંકી દીધી હતી

ભારતીય વિદ્યાર્થિની તોશા ઠક્કર પર બળાત્કાર કરી તેની હત્યા કરનાર ઓસ્ટ્રેલિયન હત્યારાને ૪૫ વર્ષની જેલની સજા કરવામાં આવી છે. પૂર્વ આયોજિત અને ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર ૨૧ વર્ષના ડેનિયલ રેગિનાલ્ડે સજાના ભાગરૃપે ઓછામાં ઓછા ૩૦ વર્ષ નોનપેરોલ પર રહેવું પડશે. ડેનિયલે તેની સાથે અભ્યાસ કરનાર તોશા ઠક્કર સાથે દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ તેને મોતને ઘાટ ઉતારી તેના મૃતદેહને સૂટકેસમાં પેક કરીને નદીમાં વહાવી દીધો હતો.

ન્યૂ સાઉથવેલ્સની સુપ્રીમ કોર્ટના જજ ડેરેક પ્રાઇસે આ કેસમાં ડેનિયલ રેગિનાલ્ડને ૪૫ વર્ષની સજા ફટકારી છે જેમાં ૩૦ વર્ષ સુધી તે પેરોલ પર છૂટી શકશે નહીં, હવે ડેનિયલ માર્ચ ૨૦૪૧માં જ પેરોલ પર મુક્ત થઈ શકશે.

ડેનિયલ દ્વારા તેની સાથે જ ભણતી અને તેની પડોશમાં રહેતી ૨૪ વર્ષની તોશા ઠક્કર પર ૨૧ માર્ચ, ૨૦૧૧ના રોજ બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ પછી કેબલથી તેનું ગળુ ઘોંટીને તેને મોતને ઘાટ ઉતારી હતી. તોશાની લાશને સૂટકેસમાં મૂકીને પારમટ્ટા નદીમાં વહાવી દેવામાં આવી હતી.

ડેનિયલ અને તોશા ઠક્કર સાથે એકાઉન્ટસીનો અભ્યાસ કરતાં હતાં અને સીડનીમાં ક્રોયડોન ખાતે બાજુબાજુના એપાર્ટમેન્ટમાં રહેતાં હતાં. એક ગોઝારા દિવસે તોશાના રૃમમેટ બહાર ગયા પછી ડેનિયલે તેના પર બળાત્કાર કર્યો હતો અને કેબલથી તેનું ગળું ઘોંટીને હત્યા કરી હતી. જજ પ્રાઇસે ડેનિયલનાં આ કૃત્યને હિંસક અને ઘાતકી ગણાવ્યું હતું.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com