180X600.jpg
Aug 31,2015 06:01:47 AM IST
 

ભારતીય મહિલા પર બ્રિટનમાં બળાત્કાર : આરોપીને ૧૧ વર્ષની સજા

May 18, 2013 13:53 NRI >
 
Tags:   Enkarta Balapovi Indian woman UK Croydon Crown Court Shashi Obhra comment     E-Mail     Print    
 
Viewed: 5304
Rate: 5.0
Rating:
Bookmark The Article

લંડન, 18 મે

ઘરમાં નોકરાણી તરીકે ગોંધી રાખીને ૨૦ કલાક કામ કરાવ્યું

વિરોધ કરવા પર મહિલાને પાસપોર્ટ સળગાવી દેવાની ધમકી અપાતી

૩૯ વર્ષની ભારતીય મહિલાને બ્રિટનમાં એક ઘરમાં ગોંધી રાખી અનેક વખતે બળાત્કાર ગુજારનાર શખ્સને બ્રિટનની કોર્ટે શુક્રવારે ૧૧ વર્ષની સજા સંભળાવી છે. મહિલા પાસે સતત ૨૦ કલાક સુધી ઘરકામ કરાવાવમાં આવતું અને વિરોધ કરે તો પાસપોર્ટ સળગાવી દેવાની પણ ધમકીઓ આપવામાં આવતી. બ્રિટનમાં રહેતી શશી ઓબરોય નામની એક મહિલાએ ભારતીય મહિલા શાંતા(નામ બદલ્યું છે)ને ઘરકામ માટે ૨૦૦૭માં રાખી હતી, જોકે શશી નામની મહિલાની સાથે અન્ય એક મહિલા શમીના અને એનકાર્તા બાલાપોવી નામનો શખ્સ પણ રહેતો હતો. બ્રિટિશ મીડિયાના જણાવ્યા મુજબ ભારતીય મહિલા શાંતાને એનકાર્તા નામના આ શખ્સે અનેક વખત પથારીવશ થવા મજબૂર કરી હતી અને તેનો ન્યૂડ વીડિયો પણ ઉતાર્યો હતો.

એનકાર્તા નામના આ શખ્સને બ્રિટનની ક્રોયડન કોર્ટે ૧૧ વર્ષની સજા ફટકારી છે, એનકાર્તા વ્યવસાયે એક કસાઈ છે, ભારતીય મહિલાને આ શખ્સ ૨૦ કલાક સુધી સતત કામ કરાવતો હતો, અનેક વખત તેની સાથે બળાત્કાર ગુજાર્યો અને મારપીટ કરી વાળ ખેંચ્યા હતા, જમીન પર ઢસડી અને ઉકળતું પાણી તેના પર નાખવામાં આવતું હતું. આ ચોંકાવનારી વિગતો બહાર આવતાં આરોપી શખ્સની પોલીસે ધકપકડ કરી હતી અને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો જ્યાં તેને ૧૧ વર્ષની સજા ફટકારવામાં આવી છે.

પોલીસે કોઈ ધ્યાન નહોતું આપ્યું

અમાનવીય અને જાનવરો જેવા વ્યવહારનો ભોગ બનેલી ભારતીય મહિલાએ ભારે સંઘર્ષ બાદ પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ આક્ષેપ લગાવ્યો હતો કે તેણે સ્થાનિક પોલીસની મદદ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કોઇ મદદ ન કરી ઊલટાનું તેને ઘરે પરત જવા કહ્યું હતું. પોલીસ પણ હવે શંકાના ઘેરામાં આવી ગઇ છે અને જે તે આરોપી પોલીસની વિરુદ્ધ પણ કાયદાકીય પગલાં લેવાશે.

રસોઈ સારી ન બને તો માથામાં પિન ઘૂસાડવામાં આવતી

પીડિત મહિલાના વકીલ કૈરોલીને કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે મહિલાને ઘરમાં ગોંધી રાખવામાં આવતી. મહિલા પાસે ઘરની રસોઈ પણ બનાવવામાં આવતી, જો રસોઈ સારી ન બને તો મહિલાના માથામી પિન ઘૂસાડવામાં આવતી હતી, તેમણે જણાવ્યું હતું કે ભારતની આ મહિલાએ એટલા માટે આ બધું સહન કર્યું કે તે અભણ છે અને પોતાના માનવઅધિકારોથી અપરિચિત છે.

 
Share This



 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com