Aug 01,2014 09:23:49 PM IST
 

શિખંડ મોદક

Sep 02, 2013 21:00 Special > Recipes
 
comment     E-Mail     Print    
 
Viewed: 1627
Rate: 5.0
Rating:
Bookmark The Article

સામગ્રી
  • દહીં (નિતારેલું) - ૧ કપ
  • આઇસિંગ સુગર - ૧ ટેબલસ્પૂન
  • એલાયચી પાઉડર - ૧/૪ ટીસ્પૂન
  • જાયફળ પાઉડર- ૧/૪ ટીસ્પૂન
  • ખાંડ - ૨/૩ કપ
  • કાજુ, પિસ્તાં અને બદામની કતરણ - ૨ ટેબલસ્પૂન
  • કેસર (દૂધમાં પલાળેલું) - ૧/૪ ટીસ્પૂન
  • ઘી - ગ્રીસિંગ માટે
રીત
  • દહીં અને ખાંડને એક નોનસ્ટિક પેનમાં મૂકી ૧૦થી ૧૨ મિનિટ ધીમા તાપે પકવો.
  • હવે પેનને તાપ પરથી ઉતારી ૮થી ૧૦ મિનિટ ઠંડું થવા દો.
  • ત્યારબાદ તેમાં એલાયચી પાઉડર, આઇસિંગ સુગર, કાજુ, પિસ્તાં, બદામની કતરણ, કેસર અને જાયફળ પાઉડર મિક્સ કરી લો.
  • બધી જ સામગ્રી સરખી રીતે મિક્સ થઈ જાય એટલે તેના ૬ સરખા ભાગ કરી તેલ લગાવેલા મોલ્ડમાં મૂકી તેને મોદકનો શેપ આપો.
  • આ રીતે બાકીના મિશ્રણને મોદકનો શેપ આપી સર્વ કરો.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com