Nov 01,2014 12:54:35 PM IST
 

ઉકડીચે મોદક

Sep 02, 2013 21:01 Special > Recipes
 
comment     E-Mail     Print    
 
Viewed: 2491
Rate: 2.0
Rating:
Bookmark The Article

સામગ્રી
  • ચોખાનો લોટ - દોઢ કપ
  • મીઠું - એક ચપટી
  • તેલ - ૧/૨ ટીસ્પૂન
  • પાણી - ૧ કપ
  • ઘી - ૧ ટીસ્પૂન
સ્ટફિંગ માટે
  • છીણેલું નારિયેળ - દોઢ કપ
  • ગોળ - ૧ કપ
  • શેકેલી ખસખસ - ૧ ટેબલસ્પૂન
  • ગ્રીન એલાયચી પાઉડર - ૧ ટીસ્પૂન
  • ડ્રાય ફ્રૂટ્સનો પાઉડર - ૧ ટીસ્પૂન
  • ચોખાનો લોટ -૧ ટીસ્પૂન
રીત

* સ્ટફિંગ માટે એક કડાઈમાં છીણેલું નારિયેળ અને ખાંડ મિક્સ કરી થોડી વાર સાંતળો.

* ત્યારબાદ તેમાં એલાયચી પાઉડર, ચોખાનો લોટ અને ખસખસ મિક્સ કરી ફરીથી થોડી વાર સાંતળો. પછી ઠંડું થવા એક બાજુ મૂકી દો.

* હવે એક કડાઈમાં પાણી ગરમ કરી, તેમાં ખાંડ, ચોખાનો લોટ, ઘી, તેલ અને મીઠું મિક્સ કરી થોડી વાર પકવો.
* આ મિશ્રણને એક સાફ થાળીમાં કાઢી તેનો લોટ બાંધી લો.
* લોટના નાના-નાના બોલ્સ બનાવી, તેને સહેજ વણી, ત્રિકોણ કપ જેવો શેપ આપી, સ્ટફિંગ ભરી, તેલમાં આંગળી ડુબાડી કિનારને પેક કરી લો.

* આવી રીતે મોદક બનાવી તેને કૂકરમાં ૧૫થી ૨૦ મિનિટ માટે બાફવા મૂકી દો.

* મોદક સરખી રીતે બફાઈ જાય એટલે તેને સર્વ કરો.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com