Sep 17,2014 03:02:55 PM IST
 

જો જો મેંદીનો રંગ ઊડી જાય ના

Sep 02, 2013 21:12 Supplements > Nari
 
comment     E-Mail     Print    
 
Viewed: 5332
Rate: 2.2
Rating:
Bookmark The Article

બ્યુટી ક્વેરી - ખ્યાતિ દેસાઈ

મારી આંખના નીચે ડાર્ક સર્કલ થઇ ગયાં છે તો કોઈ ઘરગથ્થુ ઉપાય બતાવશો.

- પ્રિયાંશી રાવલ, વલસાડ

આંખની નીચે પડી ગયેલાં ડાર્ક સર્કલને દૂર કરવા માટે ટામેટાંનો માવો, ચપટી બેસન, હળદરને મિક્સ કરી દો અને પછી આંખની નીચે લગાવી દો. વીસ મિનિટ પછી ચહેરાને ધોઇ લો. આ પ્રયોગ અઠવાડિયામાં ત્રણ વખત કરવાથી ફાયદો થશે.

મને મેંદીનો ખૂબ શોખ છે પણ મેંદી લગાવ્યા બાદ બીજે ત્રીજે દિવસે ઝાંખી થવા લાગે છે તો થોડા વધુ દિવસ મેંદી હાથ પર રહે તે માટે શું કરવું જોઈએ?

- ધરતી પટેલ, સુરત

મેંદીને લગાવ્યા બાદ બ્લો ડ્રાયરથી દર ત્રીસ મિનિટે મેંદીને સૂકવો. ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરીને મેંદી પર કોટન વડે લગાવો. રંગ ઘાટ્ટો થશે. મેંદીની ડિઝાઇનમાં પાતળી લાઇનને બદલે જાડી લાઇનિંગની ડિઝાઇન પસંદ કરો. મેંદીના રંગને લાંબો સમય બરકરાર રાખવા માટે તમારે મેંદી લગાવ્યા બાદ ૨૪ કલાક સુધી સાબુનો ઉપયોગ ન કરવો. શક્ય હોય ત્યાં સુધી લાંબો સમય મેંદીને હાથ પર રહેવા દેવી અને પાણીથી મેંદી ન કાઢવી, પરંતુ હાથથી રગડીને દૂર કરવી. મેંદી કાઢયા બાદ હથેળી પર વેજિટેબલ તેલ લગાવી દો.

એવો કયો ખોરાક છે જે ત્વચાના સૌંદર્યને હણી લે છે?         
- કાવેરી મહેતા, અમદાવાદ

ખાંડને સફેદ ઝેર કહેવામાં આવે છે. ખાંડનું વધુ પડતું સેવન સ્કિનને લૂઝ કરે છે અને તેમાં કરચલીઓ પાડે છે. વધુ પડતું નમક પણ સ્કિન માટે હાનિકારક છે તેનાથી ત્વચા સૂજી જાય છે. જો તમે વધુ પડતાં કોલ્ડ ડ્રિન્ક્સ પીતાં હો તો તેમાં રહેલ કેફિન સ્કિનને ખરાબ કરે છે

મારા હોઠ કાળા થઇ ગયા છે તેનું કારણ શું હશે?
- રિંકલ રૂપારેલિયા, રાજકોટ

વિટામિન-સીની ઊણપને લીધે હોઠ કાળા થઇ જાય છે. તેની ર્પૂિત કરવા માટે ખાટાં ફળો લેવાં. નબળી ક્વોલિટીની લિપસ્ટિક યુઝ કરતાં હો તોપણ આવું બને છે. પાણી ઓછું પીવાની આદતને લીધે પણ હોઠ કાળા થઈ જાય છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com