180X600.jpg
Jul 30,2016 10:52:48 AM IST
 

બોલ્ડ એન્ડ બ્યુટીફુલ નેકલેસ

Sep 02, 2013 21:12 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 3165
Rate: 0
Rating:
Bookmark The Article

ટ્રેન્ડ - માનુષી ચોક્સી

ટ્રે ડિશનલ અને ટ્રેન્ડી ફેશનેબલ આઉટફિટમાં મેચ થતી જ્વેલરીમાં જુદી જુદી ડિઝાઇન જોવા મળે છે. નેકલેસમાં જડાઉ હારથી માંડીને ડાયમંડ એન્ડ એમરલ્ડ નેકલેસની મનમોહક ડિઝાઇન પર એક નજર કરીએ...

* જ્વેલરીમાં ગળાની શોભા વધારતાં નેકલેસ વિશે વાત કરીએ તો ગોલ્ડથી માંડીને ડાયમંડમાં બહુ વેરાઇટી જોવા મળે છે. ડિઝાઇનર્સે આ વર્ષે ગોલ્ડ રાની હારની જે ડિઝાઇન તૈયારી કરી છે તે ટ્રેડિશન આઉટફિટ સાથે સુંદર રીતે મેચ થાય છે. ગોલ્ડનના હારની વચ્ચે રૂબીને મૂકવામાં આવે છે જે હારને વધુ બ્રાઇટ અને કલરફુલ લુક આપે છે.

* જો તમે બહુ ભારે જ્વેલરીને બદલે થોડી લાઇટ જ્વેલરી પ્રીફર કરતા હો તો જડાઉ નેકલેસ સારો ઓપ્શન છે. આ નેકલેસ થોડો લાઇટ હોવાની સાથે રિચ અને યુનિક લુક આપે છે. જડાઉ નેકલેસને પેન્ડન્ટમાં પન્નાના લટકણથી ડિઝાઇન કરવામાં આવે છે જે ક્લાસી લુક આપે છે.

* ડાયમંડ નેકલેસમાં સાડી, સલવાર કુરતા, ચોલીશૂટ દરેક પર મેચ કરી શકાય એવી હેવીથી લાઇટ ડિઝાઇનમાં લોન્ગ રેન્જ જોવા મળે છે. વાઇટ ડાયમંડ સાથે રેડ, ગ્રીન અને બ્લૂ ડાયમંડનું કોમ્બિનેશન બ્યુટીફૂલ લુક આપે છે.

* સિમ્પલ ડાયમંડ સાથે એમરલ્ડનું ફ્યુઝન નેકલેસને ક્લાસી લુક આપે છે. ગ્રીન એમરલ્ડ સ્ટોન સાથે વાઇટ ડાયમંડના કોમ્બિનેશનથી ડિઝાઇન કરવામાં આવતાં કલરફુલ અને સાઇની નેકલેસ માનુનીની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.

 
Share This




 
 
   

 
Columns/Editorial