Aug 20,2014 12:18:32 PM IST
 

કરીના કપૂર છે પ્રેગનન્ટ?

Sep 03, 2013 11:35 Entertainment > Bollywood News
 
Tags:   Kareena Pragnent Film comment     E-Mail     Print    
 
Viewed: 12813
Rate: 4.8
Rating:
Bookmark The Article

ભુજ, 3 સપ્ટેમ્બર


પ્રોડ્યુસર કરણ જોહર અને ડિરેક્ટર પુનિત મલ્હોત્રાની આગામી ફિલ્મ 'ગોરી તેરે પ્યારમેં'નું શુટિંગ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતના કચ્છમાં થશે. આ ફિલ્મ રોમેન્ટિક-કોમેડી છે. આ ફિલ્મના મુખ્ય કલાકારો કરીના કપૂર અને ઈમરાન ખાન ગઈ કાલે ભૂજ પહોંચ્યા હતા.

આ ફિલ્મનું શુટિંગ આજથી કચ્છના ધોરી ગામ ખાતે આવેલા સફેદ રણમાં અને લખપત પાસેના લાલ રણમાં થશે. વહેલી સવારે ચાર વાગ્યાથી શરુ થનાર આ શુટિંગ સાંજે સાત વાગે પૂરુ થશે. આ ફિલ્મના શૂટિંગ માટે અનુપમ ખેર પણ પહોંચી ગયો છે. બધા સ્ટાર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખી તેમને ભૂજ હાઈવે પર આવેલી બી-ક્યૂબ હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે અને તેમની સિક્યુરિટીનું પણ પુરું ધ્યાન રાખવામાં આવશે.

આ ફિલ્મમાં કરીના અમુક દ્રશ્યોમાં પ્રેગનન્ટ લુકમાં જોવા મળશે અને તેના આ લુકના જ ફોટા ઇન્ટરનેટ પર વાઇરલ થઈ ગયા છે જેના કારણે કરીના પ્રેગનન્ટ હોવાની ચર્ચા ચાલી છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com