180X600.jpg
May 01,2016 03:23:03 PM IST
 

ન્યૂઝીલેન્ડ નિવાસી ચાર ભારતીય યુવકો ઉપર ગેંગરેપનો ગંભીર આક્ષેપ

May 22, 2013 14:48 NRI >
 
NRI,Indian,Gang Rape,New Zealand Tags:   NRI Indian Gang Rape New Zealand comment     E-Mail     Print    
 
Viewed: 7595
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

વેલિંગ્ટન , તા.  22

ન્યૂઝીલેન્ડની કોર્ટને અન્ય રૃમમાં બેસીને વીડિયો લિંક દ્વારા બનાવના પુરાવા જજ સમક્ષ રજૂ કરી ૧૯ વર્ષીય યુવતીએ ચાર ભારતીય યુવક-અમીર ચાંદ(૨૫), હરવીંન્દરસીંગ(૨૨), કમલજિતસીંગ(૨૭) અને સુમીત વર્માણી(૨૬) વિરુદ્ધ ગેંગરેપનો આરોપ લગાવ્યો હતો.

ઘટનાની વધુ વિગતો કોર્ટ સમક્ષ આપતા યુવતીએ કહ્યું કે હેમિલ્ટન ૪૦૦ વીકએન્ડ દરમ્યાન ન્યૂઝીલેન્ડની શેરીઓમાં મને ખૂબ જોવી ગમતી. વી ૮ સુપરકારની રેસ યોજાઈ હતી, ત્યાં આ યુવકો પણ આવેલા હતા, તેમાં અમીર, હરવીંદર અને સુમીત હેમિલ્ટનના જ હતા, જ્યારે કમલજિત કૈટકાટી નગરનો હતો.

યુવતીએ આગળ ઉમેર્યું કે તે તેના મિત્ર સાથે નજીકના વૈકટો સ્ટેડિયમ ખાતે ચાલતો ઝાઝ ગ્રૂપનો પરફોર્મન્સ શો જોતી હતી, એ ચારમાંથી બે જણ મિલ સ્ટ્રીટની એક શોપ ઉપર ૧૬ વરસની અમેરિકન યુવતીને મળ્યા અને યુવતીને સિટી સુધીની જર્નીમાં કંપની આપવા કહ્યું, એ ત્રણે જણ કારમાં બેઠા. કાર ચાંદ ચલાવતો હતો. એ ત્રણેએ મને જોડાવાની ઓફર કરી. મેં પ્રથમ તો ના પાડી પણ ૧૬ વરસની યુવતીને હું જાણતી હોવાથી બેઠી. થોડીવાર પછી કારે સિટીના માર્ગને બદલે રોટોરોઆ લેઈકનો રસ્તો પકડતાં હું ગભરાઈ, અમને બન્ને યુવતીઓને લેઈક રોડ પરના એક મકાનમાં લઈ જવાઈ, ત્યાં પ્રથમ મારી પર ચાંદે રેપ કર્યો પછી બાકીના ત્રણે. મેં શરૃઆતમાં પ્રતિરોધ કર્યો પણ પછી બેબસ બની ગઈ, ત્યાં મને દમનો હુમલો પણ આવ્યો હતો. સરકારી વકીલ ફિલીપ ક્રેટન યુવતી તરફથી પેરવી કરી રહ્યો હતો.

      
 
Share This





 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com