180X600.jpg
May 29,2016 08:47:43 PM IST
 

આંતરરાષ્ટ્રીય રેત-મૂર્તિ ઉત્સવમાં સુદર્શનને પુરસ્કાર મળ્યો

May 23, 2013 12:39 NRI >
 
Sudarsan Pattnaik,Sand Sculpture Festival,Sand Artist,NALCO,Environment,Spain,Italy,Canada Tags:   Sudarsan Pattnaik Sand Sculpture Festival Sand Artist NALCO Environment Spain Italy Canada comment     E-Mail     Print    
 
Viewed: 1509
Rate: 0
Rating:
Bookmark The Article

કોપનહેગન, 23 મે

૧૫ ફૂટ ઊંચા રેત-શિલ્પમાં ગો-ગ્રીનનો મેસેજ આપ્યો

આ ઉત્સવમાં ૧૭ દેશના કલાકારોએ ભાગ લીધો હતો

કોપનહેગનમાં બીજા આંતરરાષ્ટ્રીય રેત-મૂર્તિ કલાઉત્સવ ૨૦૧૩નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતના સુદર્શનને ડેન્માર્કના ગ્રાન્ડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે. રેત પર મૂર્તિ બનાવવા માટે જાણીતા ઓરિસ્સાના મૂર્તિકાર સુદર્શન પટનાયકે વિદેશની ધરતી પર ભારતનું નામ વધારીને દેશને ગૌરવ અપાવ્યું છે. સુદર્શને આ મૂર્તિઉત્સવ દરમિયાન રેતમાંથી ૧૫ ફૂટ ઊંચી રંગીન મૂર્તિ બનાવી હતી જેને કારણે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. સુદર્શને આ ઉત્સવ દરમિયાન પોતાની કલા દ્વારા દુનિયાને હરિયાળી રાખવા માટે 'ગો-ગ્રીન'નો જે સંદેશ આપ્યો હતો તે માટે તેમનાં ખૂબ જ વખાણ થયાં હતાં. આ ઉત્સવમાં હોલેન્ડ, ઘાના, રશિયા, સ્પેન, ઇટાલી, ડેન્માર્ક, જર્મની, કેનેડા સહિતના કુલ ૧૭ દેશના જાણીતા મૂર્તિ કલાકારોએ ભાગ લીધો હતો. સુદર્શને જણાવ્યું હતું કે, આ ઉત્સવમાં ઘાનાને જ્યૂરી પુરસ્કાર તેમજ ફ્રાંસને આર્ટિસ્ટ પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. પાછલાં વર્ષે ઓરિસ્સાના બાલુ કલાકારને જ્યૂરી પુરસ્કાર મળ્યો હતો.
 
Share This





 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com