180X600.jpg
Sep 03,2015 02:21:13 PM IST
 

વિવાદાસ્પદ ડી.જી. વણઝારાએ આપ્યું રિઝાઇન, મોદી પર બરાબર ધોયા માછલાં

Sep 03, 2013 18:44
 
Tags:   vanzaara Modi Resign DGP comment     E-Mail     Print    
 
Viewed: 11779
Rate: 4.0
Rating:
Bookmark The Article

અમદાવાદ, 3 સપ્ટેમ્બર

ગુજરાતના સસ્પેન્ડ કરાયેલા ડેપ્યુટી જનરલ ઓફ પોલીસ અને છેલ્લા છ વર્ષથી  વર્ષથી સોહરાબુદ્દીન, ઇશરત જહાં અને તુલસી પ્રજાપતિ બનાવટી એન્કાઉન્ટરમાં જેલના સળિયા ગણી રહેલા ડી. જી. વણઝારાએ પોલીસ સેવામાંથી રાજીનામુ આપી દીધું છે.

ડી.જી. વણઝારાએ પોતાના 10 પાનાના રાજીનામામાં ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ રાજ્યપ્રધાન અમિત શાહ પર ગંભીર આરોપ મૂકતા લખ્યું છે કે ગુજરાત સરકાર CBIથી પોતાને બચાવવા માટે તેમને અને અન્ય પોલીસ અધિકારીઓને જેલમાં કેદ રાખવાની કોશિશ કરી રહી છે અને સરકારને તેમને બચાવવામાં કોઇ રસ નથી.

વણઝારાએ લખ્યું છે કે હવે તો આખી દુનિયા એ વાત જાણી ગઇ છે કે છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં એન્કાઉન્ટર કેસ ચાલુ રાખીને સરકારે ખૂબ રાજકીય લાભ મેળવ્યા છે. બીજી બાજુ જેલમાં રહેલા પોલીસ અધિકારીઓ તરફ ઉપેક્ષા સેવી છે અને સરકારને માત્ર અમિત શાહને બચાવવામાં જ રસ હતો.

વણઝારાએ લખ્યું છે કે તેઓ આટલા વર્ષ એટલા માટે ચૂપ રહ્યા કારણ કે તેઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભગવાનની જેમ માનતા હતા પરંતુ હવે તેમને વિશ્વાસ ઊઠી ગયો છે અને ધીરજ ખૂટી ગઇ છે. વણઝારાએ લખ્યું છે કે પોલીસ અને સરકાર એક જ હોડીમાં સવાર છે અને જો એક ડૂબશે તો બીજો પણ સાથે જ ડૂબશે. વણઝારાએ પોતાના પદેથી રાજીનામુ આપતા કહ્યું છે કે તેમને નિવૃતિ બાદ મળતા લાભ પણ હવે જોઇતા નથી.

વણઝારાએ પત્રમાં મોદી સરકાર અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહ પર આક્ષેપો કર્યા છે, તેમણે પત્રમાં લખ્યું છે કે ભૂતપુર્વ હોમ મિનિસ્ટર અમિત શાહની ધરપકડ થઈ ત્યારે સરકાર એકદમ એક્ટિવ થઈ ગઈ હતી. અને તેમના માટે સિનિયર કાઉન્સિલર રામ જેઠમલાણીને રોક્યા હતા, પરંતુ અમારા માટે કંઇ જ કર્યું નહી.

મારી માહિતી પ્રમાણે દેશના અન્ય કોઈ ખૂણે આટલા પોલીસ અધિકારીઓ જેલમાં બંધ નહીં હોય. આ બધા અધિકારીઓએ ખૂબ પ્રામાણિકતાથી અને કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર દેશ માટે સેવા કરી છે. ગાંધીનગરમાં આ સરકાર સત્તા પર આવી એ પહેલાં ગુજરાત પોલીસની ગણતરી દેશની સૌથી શ્રેષ્ઠ પોલીસ તરીકે થતી હતી પણ સરકારના આ પ્રકારના વલણને કારણે ગુજરાત પોલીસનું મનોબળ તુટી ગયું છે. પોલીસનું આ ભાંગેલુ મનોબળ માત્ર ગુજરાત પુરતું સિમીત નથી રહ્યું પણ આખા દેશમાં વાઇરસની જેમ ફેલાઈ ગયું છે. પોલીસ ખાતાની પીઠમાં ખંજર ભોંકીને મોદીએ માત્ર ગુજરાતનું નહીં પણ આખા દેશનું અહિત કર્યું છે.
 
Share This



 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com