180X600.jpg
May 27,2016 11:35:47 PM IST
 

બંને અંડકોષની સાઈઝ અલગ હોય તો શું કરવું? (કાનમાં કહું)

Sep 03, 2013 19:47 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 18901
Rate: 2.6
Rating:
Bookmark The Article

કાનમાં કહું - ડૉ. રાજશેખર બ્રહ્મભટ્ટ

સવાલ : મારી ઉંમર ૨૫ વર્ષની છે. લગ્નને આજે ત્રણ વર્ષ પૂરાં થયાં છે. અમે બાળક માટે પ્લાનિંગ કરી રહ્યાં છીએ. તે માટે યોગ્ય સમય કયો? અમારે પહેલું બાળક છોકરો થાય તે જોઇએ છે. પ્લીઝ ગાઈડ કરશો?

જવાબ : સૌ પ્રથમ ૩ વર્ષના સફળ લગ્નજીવન માટે અભિનંદન. બાળક માટે પ્લાનિંગ કરી રહ્યાં છો તે ખૂબ જ આનંદની વાત છે. બાળક તરીકે દીકરો જ જોઈએ છે તે વાત મને ન ગમી. આ એક વાહિયાત ઘેલછા અને તેને માટે લોકો જાતજાતના નુસખા અપનાવે છે. ચાઇનીઝ કેલેન્ડરનો ઉપયોગ કરે છે, પતિને કોફી પીવડાવે છે, જાતજાતની પોઝિશન અપનાવે છે અને વળી પાછા છોકરા માટે બાધા-આખડી પણ રાખે છે. કેટલાક લેભાગુ તબીબો તથા માતાપિતા હદથી ઉપરવટ જઈ ગર્ભની લિંગતપાસ કરાવે છે અને જો પરિણામ તેમની મરજી મુજબ ન હોય તો બાળકને ગર્ભમાં જ મારી નાખે છે. આ ફક્ત કાયદાનુસાર ગુનો જ નથી, બલકે નૈતિક અધઃપતન છે. તમે માતાપિતા બનવા માગો છો ત્યારે તમારે આવનાર બાળકના લિંગની નહીં પણ ખરેખર તે કોઈ જ ખોડખાંપણ વિનાનું સામાન્ય અવતરે તેની જ ચિંતા કરવાની હોય. હવે તમે જ્યારે જીવનમાં બાળકને આમંત્રી રહ્યાં છો ત્યારે અહીં જણાવેલી બાબતો મહત્ત્વની બની રહે છે.

* પતિ-પત્ની વચ્ચે યોગ્ય મનમેળ હોવો.

* આવનાર બાળકના ભણતર તથા પોષણ માટે યોગ્ય ફાઇનાન્સિયલ તૈયારી હોવી ખૂબ જરૂરી છે.

* તમારે બેમાંથી કોઇને કોઈ ક્રોનિક બીમારી હોય તો તેને કાબૂમાં લાવવા માટે પ્રયત્ન કરો.

* સિગારેટ, દારૂ અને બીજાં વ્યસન હોય તો સત્વરે બંધ કરો.

સાધારણ રીતે જો નિયમિત માસિક આવતું હોય તો અને જો ૨૮ દિવસની સાઇકલ હોય તો ૧૪ દિવસે સંબંધ રાખવાથી બાળક થવાના ચાન્સ વધે છે. જો પતિ-પત્ની બંને નોર્મલ હોય તો સંભોગ વખતે કોઈ ઓઇન્ટમેન્ટ કે ચીકણો પદાર્થ લ્યુબ્રિકેશન માટે ન વાપરવો.

સવાલ : મારી ઉંમર ૧૭ વર્ષ ૬ મહિના છે. મારી ડાબી ટેસ્ટીસ જમણી ટેસ્ટીસ કરતાં દોઢ ગણી મોટી છે. આ વાતની ખબર મને દસમા ધોરણમાં પડી. મને ડર લાગે છે. મારે શું કરવું?

જવાબ : સાધારણ રીતે બંને ટેસ્ટીસ-અંડકોષો સરખી સાઇઝના હોય છે. પણ એકાદ એક બાજુની ટેસ્ટીસ સાઇઝમાં નાની મોટી હોઈ શકે. એવી જ રીતે એક ટેસ્ટીસ ઊંચી ને બીજી થોડી નીચે હોઈ શકે. બંને ટેસ્ટીસ એક જ લાઇનમાં હોવી જરૂરી નથી. તમારી બંને ટેસ્ટીસ નહાતી વખતે અઠવાડિયે તપાસો. જો દુખાવો થાય સાઇઝ વધતી લાગે. તો ડોક્ટર પાસે ચેકઅપ કરાવવું જરૂરી છે.        

rajsmita@gmail.com
 
Share This




 
 
   

 
Supplements
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com