Apr 19,2014 05:34:26 PM IST
Breaking News આઇપીએલ 7 : રોયલ ચેલેન્જર્સ બેન્ગલોરે ટોસ જીત્યો અને મુંબઈ ઇન્ડિયન્સ સામે પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો
 

4000 કિલોની બટાકા, કોળા, એસિડ અને વિવિધ કલરની બનતી વેજીટેબલ ચટણીનો જથ્થો જપ્ત

Sep 03, 2013 23:16 Ahmedabad > Ahmedabad District
 
Tags:   AMC Health Department Flying squad Chutney Spoiled Potatoes comment     E-Mail     Print    
 
Viewed: 8781
Rate: 3.4
Rating:
Bookmark The Article

અમદાવાદ, 3 સપ્ટેમ્બર

ચટાકેદાર ખાવાના શોખીન અમદાવાદીઓ ફુટપાથ પર મળતા વડાપાઉં અને તેની સાથે લાલચટક ચટણી ટેસથી ખાતા રહે છે પણ આવી વેજીટેબલ ચટણીઓ કોઈક વખત એવી ગંદી જગ્યાએ કે ફેકટરીઓમાં બનતી હોય છે કે આ જોયા પછી આપણને સ્વપ્નામાં પણ આવી ખાણીપીણીની ચીજો ખાવાની ઇચ્છા ન થાય કે બનાવનારાને ગાળો દેવાનું મન થાય. આવા જ એક કિસ્સામાં અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેસનના હેલ્થ વિભાગે વટવા વિસ્તારમાંથી ગેરકાયેદ વેજીટેલબ ચટણી બનાવતું કારખાનું ઝડપી પાડયું છે.


અગાઉ લીધેલા સેમ્પલના આધારે હેલ્થ ફ્લાઇંગ સ્ક્વોડે વટવાના આકાશ નગર વિસ્તારમાંથી આરવીઝેડ ફૂડ પ્રોડેક્ટના બેનર હેઠળ અને એમ.એમ ફૂડના બ્રાન્ડ નેમ હેઠળ ચાલતા યુનિટ પર રેડ કરી.

આ જગ્યાએ કોઇપણ પ્રકારના હેલ્થ લાઇસન્સ વગર બટાકા, કોળા, એસિડ અને વિવિધ કલરની મદદથી બનતી વેજીટેબલ ચટણીનો અંદાજે ૪ હજાર કીલો કરતા વધુ જથ્થો જપ્ત કર્યો છે.

પ્રાથમિક માહીતી પ્રમાણે આ વેજીટેબલ ચટણી શહેરના વિવિધ વિસ્તારમાં દાબેલી, વડાપાવ અને સેન્ડવિચની લારીઓ અને દુકાનવાળાઓને સપ્લાય કરવામાં આવતી હતી. હાલ એએમસીની આ રેડના કારણે લોકોના આરોગ્યસાથે ચેડા કરતા એક યુનિટને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com