180X600.jpg
Feb 12,2016 11:38:40 PM IST
 

LOVE એક અદ્ભુત અનુભૂતિ છે

Sep 04, 2013 00:57 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 534
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ : ૩ સપ્ટેમ્બર ૨૦૧૩

બોલ્ડ અને બ્યુટીફુલ પરિણીતી ચોપરા, ગોર્જિયસ વાણી કપૂર અને સુશાંત સિંહ રાજપૂત તેમની આગામી ફિલ્મ 'શુદ્ધ દેસી રોમાંસ'ના પ્રમોશન માટે 'સંદેશ'ના મહેમાન બન્યા હતા. આ ત્રણેય સ્ટાર્સે સિટીલાઇફ સાથે દિલ ખોલીને વાત કરી હતી.

  • પરિણીતી કહે છે કે, પ્રેમ અને સફળતા નસીબમાં હોય તો જ મળે છે, હું ડેસ્ટિનીમાં માનું છું
  • 'સંદેશ', 'સિટીલાઈફ'ની મુલાકાતે 'શુદ્ધ દેશી રોમાન્સ'ના કલાકારો પરિણીતી ચોપરા, સુશાંત સિંહ રાજપૂત અને વાણી કપૂર

'સંદેશ'ની મુલાકાત દરમિયાન પરિણીતી અને સુશાંત સિંહ રાજપૂતે 'સંદેશ' સાથેની યાદો વાગોળી હતી. પરિણીતીએ સહર્ષ કહ્યું હતું કે, 'હું મારી ફિલ્મ 'ઇશકઝાદે' ના પ્રમોશન વખતે 'સંદેશ'માં આવી હતી અને એ ફિલ્મ હીટ નીવડી હતી.' ત્યારે સુશાંત સિંહે તેની વાતમાં સૂર પૂરાવતા કહ્યું હતું કે, 'હા, હું પણ મારી પહેલી ફિલ્મ 'કાઇ પો છે' વખતે 'સંદેશ' આવ્યો હતો અને મારી આ ઓફિસની મુલાકાત લકી સાબિત થઈ હતી.' 

બંને સહકલાકારોની વાત સાંભળીને વાણી ઉત્સાહમાં આવી ગઇ હતી. તેણે કહ્યું હતું કે, 'આ મારી પહેલી ફિલ્મ છે અને હું પણ અહીં આવી છું તેથી મને આશા છે કે મારા માટે પણ 'તમારી' ઓફિસ લકી સાબિત થશે.' જેવું તેનું વાક્ય પત્યું કે તરત પરિણીતી અને સુશાંતે બોલી ઊઠયાં કે, 'એમ જ થશે અને આ ફિલ્મ પણ લોકોને પસંદ આવશે.'

હું વિચારોથી મોર્ડન છું : પરિણીતી ચોપરા

આ ફિલ્મમાં મારું નામ ફિલ્મના નામની જેમ દેસી છે જ્યારે પ્રોમોમાં તો હું બિન્દાસ દેખાઉ છું. આ ફિલ્મમાં હું મિડલ ક્લાસ છોકરીનો રોલ કરી રહી છું. મારો પહેરવેશ દેસી છે પણ હું વિચારોથી મોર્ડન, ફોરવર્ડ અને ઓપન માઇન્ડેડ છું. આમ પણ હું માનું છું કે એક વ્યક્તિ દેસી હોવાની સાથે સાથે મોર્ડન પણ હોઈ શકે છે. કોઈ પહેરવેશથી દેશી હોય અને વિચારથી મોર્ડન હોય તો કોઈ કપડાથી મોર્ડન હોય પણ વિચારોથી દેશી હોય છે. તમે તમારી કરિયરની અને એક્ટિંગની શરૂઆત યશ રાજ બેનરથી કરી આને તમે નસીબ માનો છો? એના જવાબમાં તે કહે છે કે,'હા, આટલા મોટા બેનર સાથે જોડાવાને હું નસીબ કહીશ કારણ કે જે કામ માટે મેં ૨૧ વર્ષ સુધી મહેનત કરી તે ના મળ્યું પણ છ મહિનામાં મને એક્ટિંગનો ચાન્સ મળી ગયો અને હું એક્ટર બની ગઈ. હું માનું છું કે પ્રેમ અને સફળતા ડેસ્ટિનીમાં હોય તો જ મળે છે. એમ પણ મારા નામનો મતલબ પણ ડેસ્ટિની થાય છે.' સુશાંત અને વાણી સાથેનો અનુભવ જણાવતાં તે કહે છે કે, 'સુશાંત પહેલા મારું કાસ્ટિંગ થઈ ગયું હતું એટલે મને આતુરતા હતી કે રઘુ કોણ બનશે. હું માનું છું કે કો- સ્ટાર સારા હોય તો કામ કરવાની વધારે મજા આવે છે.'

કિસિંગ સીન ફિલ્મની નહિં સ્ક્રીપ્ટની ડિમાન્ડ છે : સુશાંત

સુશાંતે કહ્યું હતું કે, ' અમારી 'શુદ્ધ દેસી રોમાન્સ' ફિલ્મમાં ત્રણ વ્યક્તિ વચ્ચેની રિલેશનશિપ બતાવવામાં આવી છે. આ ફિલ્મની સ્ટોરી દરેક વ્યક્તિને ટચ કરે તેવી સ્ટોરી છે.' તમે આ ફિલ્મમાં બે છોકરીઓને પ્રેમ કરો છો અને બંને સાથે કિસિંગ સીન છે તો પણ તમારો રોમાન્સ 'શુદ્ધ' અને 'દેસી' કેવી રીતે છે? આ પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું હતું કે, 'હું રઘુનું કેરેક્ટર પ્લે કરી રહ્યો છું. હા હું બંનેને પ્રેમ કરું છું પણ અલગ અલગ સમયે કરું છું. રહી વાત કિસિંગની તો હા મે એવાં સીન આપ્યા છે જે વલ્ગર નથી લાગતા. મારા મતે કિસિંગ સિન ફિલ્મની નહી સ્ક્રિપ્ટની ડિમાન્ડ હોય છે. રિયલમાં પણ આપણે જેની સાથે રિલેશનશિપમાં હોઇએ તેને કિસ કરતા હોઈએ છીએ.' તમને 'પીકે' ફિલ્મ કેવી રીતે મળી એ વિશે તે કહે છે કે, 'મે પીકે માટે એડિશન આપ્યું હતું અને હું સિલેક્ટ થઈ ગયો. '

હાલ તમે નામાંકિત ડાયરેક્ટર્સ સાથે કામ કરવાની તક મળવી અને પહેલી ફિલ્મની સફળતા વિશે સુશાંત કહે છે કે, 'હું માનું છું કે જો તમે મહેનત કરો, પ્રયત્ન કરો તો તમને સફળતા ચોક્કસ મળે છે. પોતાની આવડત પર ભરોસો હોય તો તમને તક અવશ્ય મળે છે. એ પછી જ્યારે તમને તક મળે ત્યારે પ્રૂવ કરી દો કે તમે કરી શકો છો.'

આપણી મેન્ટાલિટી બદલવાની જરૂર છે : વાણી કપૂર

પોતાની ડેબ્યુ ફિલ્મ વિશે વાણી કપૂર કહે છે કે, 'આ મારી ડેબ્યુ ફિલ્મ હોવાથી હું નર્વસ અને એક્સાઈટેડ બંને છું. ફર્સ્ટ ટાઇમ કેમેરો ફેસ કરતી વખતે હું ઘણી નર્વસ હતી. મનીષને આ વાતની ખબર પડી ત્યારે તેણે કહ્યું કે સારી વાત છે કે તું નર્વસ છે, આનાથી તારું કામ સારું થશે. મારા માટે સારી વાત છે કે મને સારા લોકો સાથે કામ કરવા મળ્યું.'

 યશરાજ જેવા બેનર દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કરવા વિશે વાણી કહે છે કે, 'હું લકી છું કે મને આટલા મોટા બેનરની ફિલ્મ મળી છે. આને હું મારી ડેસ્ટિની કહીશ પણ તેની સાથે મારી મહેનત પણ છે. હું આ ડેસ્ટિનીને ટેકન ફોર ગ્રાન્ટેડ ન લઈ શકું.' પહેલી જ ફિલ્મમાં કિસિંગ સીન આપવા અંગે વાણી કહે છે કે, 'હું માનું છું કે કિસિંગ એ બહુ મોટી વાત નથી પરંતુ તે નોર્મલ લાગે છે કે વલ્ગર, તે આવા દૃશ્ય કેવી રીતે શૂટ થાય છે એના પર ડિપેન્ડ છે. હોલિવૂડની ફિલ્મોમાં પણ કિસિંગ સીન હોય છે અને આપણે સાહજિક બનીને જોઈએ છીએ. અમે કંઈ નવું નથી કરી રહ્યાં. આપણે આપણી મેન્ટાલિટી બદલવાની જરૂર છે.' પોતાના કો- સ્ટાર સુશાંત અને પરિણીતી વિશે વાત કરતા તે કહે છે કે, 'સુશાંત મૂડી છે તેને વાતો કરવી અને મસ્તી કરવી બહુ ગમે છે અને બધાને ખબર છે તેમ પરિણિતી બહુ બોલે છે અને ફ્ન્ડલી સ્વભાવની છે. (હસ્તા હસ્તા) જો કે અમે બંને સાથે હોઈએ તેવા બહુ ઓછા શોટ હતા તેથી અમને સેટ પર કેટ ફાઇટ કરવા ન મળી.'

 
Share This 
 
   

 
Columns/Editorial
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com