Apr 25,2014 10:29:32 AM IST
 

કોટેશ્વર ગુરુકુળના સાધુ રામ સ્વામીની પ્રેમલીલા

Sep 04, 2013 04:15 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 12246
Rate: 3.1
Rating:
Bookmark The Article

અમદાવાદ,તા.૩

કોટેશ્વર સ્વામિનારયણ ગુરુકુળના સાધુ અને કથાકાર રામસ્વામી માણસાની પરિણીતાને અમેરિકા ભગાડી જતાં સંપ્રદાયમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. છેલ્લા કેટલાક મહિનાથી પરિણીતાને ભગાડી જવાની વાતને લઇને હલચલ મચી જતાં સંપ્રદાયના ચાર સાધુ મડાગાંઠ ઉકેલવા અમેરિકા પણ પહોંચી ગયા છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના તાંબા હેઠળના કોટેશ્વર સ્વામિનારાયણ ગુરુકુળના રામસ્વામીએ કથાઓ કરીને મીઠીવાણીથી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી.

  • માણસાની પરિણીતાને અમેરિકા ભગાડી લઈ જતા ચકચાર

કોટેશ્વર ગુરુકુળમાં સાધુ તરીકે રહેતા અને કથાકાર રામસ્વામી સારા કથાકાર હોવાથી સંપ્રદાયમાં તેમને માનસન્માન મળતું હતું.યુવાનીમાં માણસાની ૨૭ વર્ષીય પરિણીતા કથા સાંભળવા આવતી હોવાથી મીઠીવાણીના લીધે સ્વામીના પ્રેમજાળમાં ફસાઇ ગઇ હતી.બંને વચ્ચે મોબાઇલ ફોન પર વાતચીત પણ થતી હતી.બંનેના પ્રેમ પ્રકરણની અન્ય સાધુ સંતોને ખબર પડી ગઇ હતી પણ બદનામીના ભયથી વાત બહાર આવી નહતી. રામસ્વામી અને પરિણીતા વચ્ચે ફુટેલા પ્રેમના અંકુર લગ્ન સુધી પહોંચી ગયા હતા. હરિભક્તોએ નનામી પત્રિકાઓ ફરતી કરી છે જેમાં સાધુઓની સેક્સલીલા અને મંદિરની આવકના રૂપિયા વ્યભિચારમાં કેવી રીતે વાપરી નાખવામાં આવે છે તેનો ઉલ્લેખ કર્યો છે.પત્રિકાઓએ કોટેશ્વર ગુરુકુળ અને સુભાષબ્રિજના છેડે આવેલા નારણઘાટ મંદિરમા ચાલતા ગેરવહીવટની પોલ ખોલી નાખી છે.રામસ્વામીના પ્રેમ પ્રકરણની વાત મંદિરના હરિભક્તો કરી રહ્યા છે.ખુદ હરિભક્તો અને સાધુઓએ જણાવ્યું કે,ભગવાં ઉતારીને અમેરિકા પહોંચી ગયેલા રામસ્વામી હ્યુસ્ટન પહોંચી ગયા છે જ્યાં તેમની સાથે માણસાની પરિણીતા પણ હતી. અતિ ચોંકાવનારી વાત તો એ છે કે,પરિણીતાના પતિ અમેરિકામાં જ નોકરી કરે છે.પત્ની અમેરિકા આવી હોવાની જાણ થતાં તે મળ્યા હતા.પત્નીની વાતચીત અને વર્તણૂક પરથી શંકા જતાં મોબાઇલ ફોન ચેક કરતા રામસ્વામી સાથે સતત સંપર્કમાં હોવાનો ભાંડો ફૂટી ગયો હતો.પોતે સ્વામિનારાયણના સાધુ સાથે અમેરિકા કેમ આવી તેની જાણ થતાં પતિ અને પત્ની વચ્ચે તિરાડ પડી ગઇ છે. કાલુપુર મંદિરના તાબા હેઠળના મંદિરના સ્વામીની પ્રેમલીલાઓ બહાર આવતા મડાગાંઠ ઉકેલવા માટે ચાર સ્વામી અમેરિકા પહોંચી ગયા છે.સંપ્રદાયના નિયમો મુજબ વિદેશ જવા માટે અગાઉથી સંપ્રદાયના વડાની મંજૂરી લેવી પડે છે.આવી કોઇ મંજૂરી લીધા વગર રામસ્વામી અમેરિકા જતા હતા.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com