180X600.jpg
Apr 30,2016 01:14:55 AM IST
 

કોંગ્રેસના કાર્યકરો દ્વારા વુડાના ચેરમેનનું પુતળા દહન

Sep 04, 2013 14:40 Baroda >
 
Congress,Bhrastatantra,Protest,Display,Chairman Tags:   Congress Bhrastatantra Protest Display Chairman comment     E-Mail     Print     Video
 
Viewed: 1168
Rate: 1.0
Rating:
Bookmark The Article

વડોદરા, 4 સપ્ટેમ્બર




વડોદરાનાં અટલાદરા વિસ્તારમાં ધરાશાયી થયેલી વુડાની(વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી) બે ઇમારતોનાં મામલે કોંગ્રેસ દ્વારા વુડાનાં ભ્રષ્ટતંત્રની કામગીરી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે કોંગ્રેસનાં કાર્યકરોએ આશ્ચર્યજનક કાર્યક્રમ કરીને વુડાની કચેરી પાસે વુડાનાં ચેરમેન એન, વી, પટેલનાં પુતળાનું દહન કર્યું હતું . કાર્યકરોએ આ મામલે વુડાનાં ચેરમેન એન,વી,પટેલના રાજીનામાંની પણ માંગણી કરી હતી . કોંગ્રેસનાં કાર્યકરોએ ઉગ્ર સુત્રોચાર કરી ને પુતળું સળગાવ્યું હતું . જો કે પોલીસે તત્કાલ સ્થળ ઉપર આવીને પુતળું સળગાવનારા 15 કાર્યકરોની અટકાયત કરી હતી ...
Watch Video : Video
 
Share This





 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com