180X600.jpg
Sep 03,2015 04:19:37 PM IST
 

રધુરામ રાજને સંભાળી લીધો આરબીઆઈના ગર્વનરનો કાર્યભાર

Sep 04, 2013 14:55 Business >
 
Tags:   RBI Raghuram Economy comment     E-Mail     Print    
 
Viewed: 2561
Rate: 3.2
Rating:
Bookmark The Article

મુંબઈ, 4 સપ્ટેમ્બર

દેશમાં દેરક તરફથી મંદીના સમાચાર આવી રહ્યા છે તેવી વિકટ પરિસ્થિતિઓની વચ્ચે રધુરામ રાજને આજે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગર્વનર તરીકેનો કાર્યભાર
સંભાળી લીધો છે. રઘુરામરાજન આજે સવારે 11 વાગે મુંબઈમાં આરબીઆઈના હેડક્વાર્ટર પર પહોંચી ગયા હતા, જ્યાં આરબીઆઈના તમામ ડેપ્યૂટી ગર્વનર અને
તમામ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

50 જ વર્ષના ખૂબ જ યુવા રધુરામ રાજ આરબીઆઈના 23માં ગર્વનર છે. આ પહેલા તેઓ નાણા વિભાગના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.
રધુરામ રાજન ઈન્ટરનેશનલ માેનેટરી ફંડ (આઈએમએફ)ના ચીફ ઈકોનોમીસ્ટ પણ રહી ચૂક્યા છે. રધુરામ માટે પહેલા દિવસથી જ પરીક્ષાના દિવસો ચાલુ થઈ

ચૂક્યા છે કારણ કે રૂપિયાની નરમાઈ નિયંત્રણ બહાર છે. ચાલુ ખાતાની ખોટ અને નાણાકીય ખાધને પણ નિયંત્રણમાં લેવાના તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે. રધુરામ રાજન દેશની ઈકોનોમીને મુશકેલીઓમાંથી બહાર કાઢવા માટે નવી નીતિ અપનાવે તેવી અપેક્ષા છે. રધુરામ રાજને 1985માં આઈઆઈટી દિલ્હીમાંથી ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને 1987માં આઈઆઈએમ અમદાવાદમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે
 
Share This



 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com