Oct 23,2014 12:09:35 PM IST
 

પર્યુંષણ દરમિયાન પણ રાજકોટમાં માંસ-મટન વેચાતા ઉગ્ર પ્રદર્શન

Sep 04, 2013 15:40 Rajkot > Rajkot City
 
Tags:   Rajkot Paryshan Police comment     E-Mail     Print    
 
Viewed: 1374
Rate: 2.3
Rating:
Bookmark The Article

રાજકોટ, 4 સપ્ટેમ્બર

જૈન સમાજના ચાલી રહેલા પવિત્ર તહેવાર પર્યુંષણ દરમ્યાન રાજકોટ મહાનગર પાલિકા કમિશ્નરનું જાહેરનામું હોવા છતાં શહેરમાં ખુલેઆમ વેચાતા માંસ-મટન અને ચાલી રહેલા કતલખાના બંધ કરાવવા સમગ્ર જૈન સમાજ રોષે ભરાઈને તાત્કાલિક ધોરણે આ માંસ-મટનનું વેચાણ બંધ કરાવવા પોલીસ કમિશ્નરને ઉગ્ર રજૂઆત કરી આવેદન પત્ર આપ્યું હતું.

હિંદુ ધર્મના કોઈ પણ પવિત્ર તહેવારમાં પોલીસ તંત્ર માંસ-મટનના વેચાણ બંધ કારાવવા નિષ્ફળ નીવળી છે ત્યારે હાલ માં ચાલી રહેલા જૈન સમાજના પવિત્ર તહેવાર પર્યુષણ દરમ્યાન રાજકોટ શહેરમાં ખુલ્લે આમ માંસ-મટનનું વેચાણ અને ચાલી રહેલા કતલખાના બંધ કરાવવા માટે સમગ્ર જૈન સમાજના અગ્રણીઓ એ એકત્રિત થઇ ને પોલીસ કમિશ્નરને આ બાબતે ઉગ્ર સુત્રચારો કરી રજૂઆત કરી હતી.

રાજકોટ પોલીસ કમિશ્નરે જાણે પોતે આ બાબત થી સાવ અજાણ હોય તેમ જણાવ્યું હતું કે તેમણે સ્થાનિક પોલીસ અધિકારીઓને આ બાબતે સુચના આપી દીધેલ છે. મ્યુનીસીપલ કમિશ્નરના જાહેરનામાં ભંગ બદલ જે કઈ કાર્યવાહી કરવાની થશે તે તેઓ કરશે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com