Jul 29,2014 04:12:52 PM IST
 

નોકિયાના હેન્ડ સેટના ભાવમાં જોવા મળી શકે છે ભારે ઘટાડો

Sep 04, 2013 16:35 Business > Business News
 
Tags:   Nokia Price Rice comment     E-Mail     Print    
 
Viewed: 3930
Rate: 4.5
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર

માઈક્રોસોફ્ટ દ્વારા નોકિયાનું સંપાદનની જાહેરાત સાથે નિષ્ણાતોમા અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે નોકિયા લ્યુમિયાના ભાવમાં ઘટાડો થઈ શકે છે. ભારત સહિત ઘણા દેશો આ સ્માર્ટ ફોનના મોટા ગ્રાહકો છે.

મંગળવારે સવારે માઈક્રોસોફ્ટે કહ્યુ હતુ કે વૈશ્વિક બજારમાં એપલ અને સેમસંગની સાથે સ્પર્ધા કરવા તે ફીનલેન્ડની નોકિયાનો બિઝનેસ અને તેના પેટન્ટના લાઈસન્સ લગભગ 7 બિલીયન ડોલરમાં ખરીદશે.

એક રીપોર્ટ પ્રમાણે ભારતમાં માત્ર 10 ટકા લોકો જ સ્માર્ટ ફોન વાપરે છે અને ફીચર ફોનનુ માર્કેટ 90 ટકા છે. ફીચર ફોન માર્કેટમાં પણ ભારતમાં નોકિયા ને માઈક્રોમેક્ષ, કાર્બન, લાવા અને સેમસંગ તરફથી સ્પર્ધા મળતી હતી અને નોકિયા આ સ્પર્ધામા ટકી શકતુ ન હતુ. આથી ભાવમાં ઘટાડો કરી નવેસરથી નોકિયા સ્પર્ધામા ઉતરશે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com