Sep 18,2014 11:07:58 AM IST
 

કોંગ્રેસનું 6 સપ્ટેમ્બરે 'ગુજરાત બંધ'નું એલાન, કરી રાષ્ટ્રપતિ શાસનની માગણી

Sep 04, 2013 17:45 Ahmedabad > Ahmedabad District
 
Tags:   Shankar Singh Gujarat comment     E-Mail     Print    
 
Viewed: 13140
Rate: 3.1
Rating:
Bookmark The Article

અમદાવાદ, 4 સપ્ટેમ્બર

ગુજરાત વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું છે કે કોંગ્રેસ દ્વારા 6 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયગાળામાં ગુજરાત સરકાર દ્વારા આસારામ દ્વારા સગીરાના બળાત્કારના પ્રકરણમાં જે ઢીલું વલણ અપનાવવામાં આવ્યું છે તેમજ ગઈ કાલે સસ્પેન્ડ કરાયેલા ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ડી.જી. વણઝારાએ તેમના રાજીનામામાં મોદી સરકાર પર જે આરોપ મુક્યા છે એને આધાર બનાવીને કોંગ્રેસ દ્વારા રાજ્યમાં 6 સપ્ટેમ્બરે 'ગુજરાત બંધ'ની ઘોષણા કરવામાં આવી છે.

આ સિવાય ગુજરાતમાં ભારતીય જતા પાર્ટીએ લોકાયુક્ત કાયદાને આયોજનપૂર્વક નબળો પાડી દીધો હોવાનો આક્ષેપ મુકીને કોંગ્રેસે લોકાયુક્ત અને વણઝારાકાંડને પાયો બનાવીને ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી કરી છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
View More
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com