180X600.jpg
Jul 25,2016 09:46:50 AM IST
 

આજે રઘુરામ રાજને આરબીઆઈના ગવર્નર પદે લીધી શપથ

Sep 04, 2013 18:14 Business >
 
RaghuramRajan,RBI,Governor,Gold Tags:   RaghuramRajan RBI Governor Gold comment     E-Mail     Print    
 
Viewed: 2069
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર

આજે દિલ્હી ખાતે રઘુરામ રાજને આરબીઆઈના ગવર્નર પદનો ચાર્જ સંભાળતા તેમણે ભારતના નબળા પડતા અર્થતંત્રને જલદીથી કાબુમાં લેવાના સંકેત આપ્યા હતા. તેમણે તેમના વ્યક્તવ્યમાં જણાવ્યુ હતુ કે ભારત પર આવેલા આર્થિક પડકારોને પહોંચી વળવુ તે તેમની પહેલી પ્રાથમિકતા રહેશે.

આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે સોના-ચાંદી પરની હાલની રિઝર્વ બેંકની નીતિ યથાવત રહેશે. તેમણે ઉદારીકરણની વાત કરતાં જણાવ્યુ હતુ કે દેશના નાણા માર્કેટને ખોલી વધુ વિદેશી હુંડિયામણ આકર્ષવા પ્રયત્ન કરવામાં આવશે.

તેમણે ભારતીય બજાર ઉપર વિશ્વાસ મુક્યો હતો અને વધુમાં કહ્યુ હતુ કે રૂપિયાને નબળો પડતો રોકી વધુ મજબુત કરવા પ્રયત્ન કરવામાં આવશે અને ચાલુ ખાતાની ખાદ્ય ઉપર પણ કાબુ મેળવવામા આવશે.
 
Share This





 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com