180X600.jpg
Jul 24,2016 06:16:35 PM IST
 

આટલું નહીં કરો તો ગ્રહદોષના બધા જ ઉપાયો નિષ્ફળ જશે

Sep 04, 2013 19:48 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 3945
Rate: 3.0
Rating:
Bookmark The Article

ગ્રહાગ્રહ
મનહરપ્રસાદ ભાવસાર

જ્યારે જન્મકુંડળીમાં કોઈ ગ્રહ ખરાબ કે નારાજ હોય ત્યારે તેને મનાવવા માટેના વિવિધ ઉપાયો કરવામાં આવે છે. ઉપાયોની અવધિ જુદી-જુદી હોય છે. ગ્રહને ખુશ કરવા માટે ઉપાયો કરો, પરંતુ કેટલીક બાબત ધ્યાનમાં નહીં રાખો તો ગ્રહદોષ નિવારણના ઉપાયો વ્યર્થ થઈ જશે. તમને આ ઉપાયોનું કોઈ જ ફળ નહીં મળે માટે ઉપાયો ચાલુ હોય તે દરમિયાન આટલું ધ્યાનમાં રાખો.

* પ્રાતઃકાળે ઊઠીને શંખધ્વનિ અવશ્ય કરવો.
* દરરોજ બ્રાહ્મણને ભોજન કરાવવું.
* અગિયારસના દિવસે ગરીબ વ્યક્તિને કંઇક ને કંઇક દાન અવશ્ય કરવું.
* દિવસ દરમિયાન પત્ની સાથે કોઈ પણ પ્રકારનો સંસર્ગ કરવો નહીં.

* પોતાના માવતરનો અનાદર કરવો નહીં. યથાશક્તિ સેવા કરવી અને માન-સન્માન આપવું.

* દરરોજ પ્રાતઃ કાળે ઊઠીને વડીલોનાં ચરણસ્પર્શ કરી આશિષ મેળવવી.
* દરરોજ પ્રસન્નચિત્તે ભોજન લેવું.
* કોઇનું ઋણ લીધું હોય તો તે ચૂકવી દેવું.
* તૂટયાં ફૂટયાં વાસણ ઘરમાં રાખવાં નહીં.
* રોજ ભોજન ગ્રહણ કરતાં પહેલાં ગૌ-ગ્રાસ અવશ્ય કાઢવો.
* દરરોજ કોઈ પણ જાનવરને ભોજન અવશ્ય કરાવવું.
* અપંગો અને વિધવા સ્ત્રીઓની શુદ્ધ હ્ય્દયે સેવા કરવી.
* દક્ષિણ દિશા તરફના મુખ્ય દ્વારવાળા મકાનમાં નિવાસ કરવો નહીં.
* કોઈની પણ મફતની વસ્તુ સ્વીકારવી નહીં.

* કુંવારી કન્યાઓની પૂજા કરી તેમને દાન, વસ્ત્ર અને દક્ષિણા આપવાં.

* કોઈને અપશબ્દ બોલવા નહીં.

* પરિવારમાં સુખ શાંતિ જાળવવી. ક્લેશ કરવો નહીં. કોઈ પણ સદસ્ય પર ગુસ્સો કરવો નહીં. સૌ સાથે પ્રેમપૂર્વક વર્તવું.

* પોતાની નાસિકાને હંમેશાં સાફ-સ્વચ્છ રાખવી.
* સ્વચ્છ કપડાં પહેરવાં અને શાકાહારી ભોજન કરવું.
* ઈશ્વરની ભક્તિ કરવી અને તેમના પર આસ્થા રાખવી.
* ક્યારેય સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવું નહીં.

* અસત્યનો પરિત્યાગ કરવો અને સત્યનું આચરણ કરવું. કોઈ પણ સંજોગોમાં અસત્ય ન બોલવું.

* સવારે ઊઠીને પ્રથમ પૃથ્વી, પછી બંને હાથની હથેળીઓનાં દર્શન કરવા.
* પોતાના ઘરઆંગણે તુલસીનો છોડ ઉછેરવો.
* ઘરમાં આવતા અતિથિનો સત્કાર કરવો.
* લક્ષ્મીની ઉપાસના કરવી.

* પોતાના સાસરી પક્ષના સભ્યોની સેવા કરવી અને માન-સન્માન જાળવવું. સાસરી પક્ષવાળા સાથે ઝઘડો કરવો નહીં.

* મદ્યપાન કરવું નહીં.
* સૂર્ય તરફ મોં રાખી લઘુશંકા કરવી નહીં.
* રાત્રિ ભોજનનાં વાસણ સાફ કરવાં. એંઠાં વાસણ શયનકક્ષમાં ન રાખવાં.
* શ્રાદ્ધના દિવસોમાં માતા-પિતાનાં શ્રાદ્ધ કરવાં.
* ઘરમાં કોઈ પણ પ્રકારનાં છિદ્ર રાખવાં નહીં.
* બહેન-દીકરીને શ્રદ્ધાનુસાર ભેટ-સોગાત આપવી.
* વડના દાતણ વડે સવારે દાંતની સફાઈ કરવી.
* દીકરીઓના નાક-કાન વીંધાવડાવવા.
* કોઈની જમાનત લેવી નહીં કે આપવી નહીં.
* બહાર જતી વખતે અત્તરનો ઉપયોગ ન કરવો.
* ઘરમાં લગાવેલ મની પ્લાન્ટમાં દૂધ રેડવું.
 
Share This
 
 
   

 
Columns/Editorial
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com