180X600.jpg
Jun 29,2016 12:09:35 AM IST
 

માનવીને મહાન બનાવતો વિશિષ્ટ રુચક યોગ (મહાનુભાવોનું ભવિષ્ય)

Sep 04, 2013 19:50 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 4561
Rate: 5.0
Rating:
Bookmark The Article

મહાનુભાવોનું ભવિષ્ય - મહેશ રાવલ

દુનિયામાં કરોડો લોકો જીવન જીવી રહ્યા છે. સામાન્ય અને સરળ જીવન જીવતા લોકો રોજિંદા કામમાં વ્યસ્ત રહે છે. પોતાનું જીવન ખાધેપીધે સુખી રીતે જીવે છે. પોતાની જરૂરિયાત મહેનત દ્વારા પૂરી કરે છે અને વિશિષ્ટ કાર્યો કર્યા વિના જીવન પૂરું કરે છે. તેમની કુંડળી સામાન્ય યોગ ધરાવતી હોય છે, પરંતુ લાખો કરોડોમાં એક એવી વ્યક્તિ બનવા અને સફળ મહાન બની જીવનારાઓની કુંડળીમાં કેટલાક વિશિષ્ટ જ્યોતિષ યોગો હોવા જરૂરી હોય છે. આવા યોગબળે તેઓ અનોખાં યાદગાર સદ્કર્મો કરી ઇતિહાસમાં હંમેશાં પોતાનું નામ નોંધાવી જાય છે. આજે સૌ સામાન્ય જ્ઞાન, માહિતી, ઉચ્ચ શિક્ષણ, સખત મહેનત પરિશ્રમ, ઊંચું ધ્યેય, સ્વપ્નો અને તે માટેના પ્રયાસો કરતા હોવા છતાં મહાન બની શકતા નથી. મોટો પગાર, ઉચ્ચ પદ પર નોકરી, મોટો બંગલો કે પૈસાદાર થવા છતાં મહાન થતા નથી, પરંતુ કેટલાક જૂજ લોકો જ મહાન બને છે. જેમની જન્મ કુંડળીમાં પંચમહાપુરુષ યોગના ક્ષેત્રમાંથી કોઈ એક યોગ હોય તો સામાન્ય વ્યક્તિ પણ મહાન બની જાય છે.

રુચક યોગ

પંચમહાપુરુષ યોગમાંના એક મહત્ત્વનો યોગ છે રુચક યોગ. જેમની કુંડળીમાં આ યોગ થયો હોય અને એ યોગ રચનાર ગ્રહની મહાદશા જીવનમાં આવતી હોય તે લાખોમાં એક એવી મહાન વ્યક્તિ બને છે.

રુચક યોગ એટલે શું?

જન્મ કુંડળીમાં મંગળ ઉચ્ચ (મકર) રાશિમાં ૧, ૪, ૭ કે ૧૦મા સ્થાને હોય અર્થાત્ કેન્દ્રસ્થાને હોય, તેની ઉપર કોઈ અશુભ ગ્રહની દૃષ્ટિ ન હોય અને તેની સાથે અશુભ ગ્રહ બેઠો ન હોય તથા મંગળ સાથે ૬, ૮ કે ૧૨મા સ્થાનનો સ્વામી બેઠો ન હોય ત્યારે શુદ્ધ રુચક યોગ અર્થાત્ પંચમહાપુરુષ યોગ રચાય છે. આ યોગકર્તા ગ્રહ મંગળની દશા જો જીવનમાં આવતી હોય તો તે સમયમાં તે વ્યક્તિ પોતાનાં મહાન કાર્ય કે પ્રદાનથી મહાન બની હંમેશાં તેનું નામ અમર બનાવી જાય છે. જન્મકુંડળીમાં મંગળ મારક ન બનવો જોઈએ તેમજ મંગળ સ્થાનબળી થવો જોઈએ. મોટા ભાગે લગ્ને-૧૦મા સ્થાને તેનું ઉત્તમ ફળ જોવા મળે છે.

રુચક યોગનું ફળ

આ યોગમાં જન્મનાર વ્યક્તિ શક્તિશાળી, સહનશીલ, હિંમતવાન, સાહસિક, શત્રુને યુદ્ધમાં પરાજિત કરનાર સેનાપતિ અથવા નેતા, મંત્ર-તંત્રશાસ્ત્ર જાણનાર, જમીન-જાગીરનો સ્વામી અને ધાતુવિદ્યાનો જાણકાર બને છે. વિજ્ઞાન, ટેક્નોલોજી, ધર્મ અને યુદ્ધ ક્ષેત્રે મહાન બને છે. જેમની કુંડળીમાં રુચક યોગ રચાતો હોય તેવા મહાપુરુષોની કુંડળી જોઈએ.

શ્રી મહાવીર સ્વામી

જૈન ધર્મના પ્રણેતા, મહાન તપસ્વી અને આદિ ભગવાન મહાવીર સ્વામીની કુંડળીમાં રુચક યોગ જોવા મળે છે. આ કુંડળીમાં પંચમહાપુરુષ યોગના ૪ મહત્ત્વના યોગ છે. સૂર્ય ઉચ્ચનો ૪થે કેન્દ્રમાં છે, ગુરુ ૭મે કેન્દ્રસ્થાને ઉચ્ચનો અને શનિ ૧૦મે કેન્દ્રસ્થાને ઉચ્ચનો (હંસયોગ) છે અને મંગળ લગ્ને ઉચ્ચનો (રુચક યોગ) રચે છે.

લોખંડી પુરુષ સરદાર પટેલ

ભારતના સ્વતંત્ર સંગ્રામના મહાન લડવૈયા, અખંડ ભારતના સર્જક અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલની કુંડળીમાં પણ રુચક યોગ જોવા મળે છે. આ કુંડળીમાં મકર રાશિમાં મંગળ ઉચ્ચનો છે. આપણે જાણીએ છીએ કે તેઓ અત્યંત સહનશીલ, સાહસિક, મહેનતુ, નીડર, સ્પષ્ટવક્તા અને ઘણા નિખાલસ હતા. રાજા મહારાજાઓનાં રજવાડાં, કાશ્મીર અને જૂનાગઢને ભારતમાં ભેળવવા માટે તેમનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે.

(ઉદાહરણોની કુંડળીમાં રાહુ ને કેતુ દર્શાવેલ નથી, કેમ કે તે છાયા ગ્રહ છે અને લક્ષમાં લેવાતા નથી. )

 
Share This
 
 
   

 
Supplements
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com