Nov 24,2014 12:06:27 AM IST
 

હસ્તાક્ષરનો સાથ મેળવવો છે? (હસ્તાક્ષર સંદેશ)

Sep 04, 2013 19:53 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 2895
Rate: 5.0
Rating:
Bookmark The Article

હસ્તાક્ષર સંદેશ - પંડિતરત્ન વ્રજકિશોર ધ્યાની

આપની ઓળખ આપની સહી છે, આપના હસ્તાક્ષર છે. રૂડારૂપાળા અને મનપસંદ હસ્તાક્ષર જોવા-માણવા કોને ન ગમે? વિવાહયોગ્ય ઉંમર થાય ત્યારે જેમ વર કે કન્યા જોવા જાઓ ત્યારે બ્યુટીફૂલ કે હેન્ડસમ પસંદ કરો તેમ હસ્તાક્ષરને પસંદ કરજો. હસ્તાક્ષર મળ્યા તો ગુણાંક મળ્યા સમજવા.

દરેક વ્યક્તિના જીવનમાં હસ્તાક્ષરનું યોગદાન અતિ મહત્ત્વનું હોય છે. હસ્તાક્ષર તો જીવનભર સાથ નિભાવે છે. જે-જે અક્ષરોનો આપણે હસ્તાક્ષરમાં ઉપયોગ કર્યો હોય તે પોતાનું યોગદાન અને સાથ ગ્રહ બનીને આપે છે.

* હસ્તાક્ષરને માવજતપૂર્ણ રીતે લખો. હસ્તાક્ષર એ ફક્ત આડા ઊભા લીટાઓ નથી. જે અક્ષરો ગ્રહો બની જીવનમાં સુખ વધારે છે એમનું માન-સન્માન સાચવવું જરૂરી છે. માટે અક્ષરોના વળાંક અને ઘાટ બગડે તે રીતે લખશો નહીં.

* હસ્તાક્ષર ઉપર જબરદસ્તી ન કરો. વધુ ભોંકાય એ રીતે સિગ્નેચરમાં અણીદાર અક્ષરો ન લખો. ખૂણાઓમાં વળાંક લાવવાની શિષ્ટતા રાખો.

* પોતાની સિગ્નેચરમાં નુકસાની પેદા કરવાનું કોને પાલવે? પૂર્ણ સભાનતાથી સિગ્નેચરને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખો. કાપાકાપી અક્ષરોની નુકસાની કરાવે. જેનું ખરાબ પરિણામ પણ ભોગવવું પડી શકે છે.

* અક્ષરોની વધુ પડતી આત્મીયતા એટલે કે અક્ષરોને એકબીજામાં ભરાવવાથી માનસિક તણાવ અને એકબીજા પ્રત્યે વૈમનસ્ય વધે છે. વૈમનસ્ય સુખનો દુશ્મન છે.

* સુખનો પ્રસાર વધે એ માટે સંકુચિત, નાની, ખંડિત, અવાચ્ય અને અપૂર્ણ રહે તે પ્રકારની સિગ્નેચર કરશો નહીં.

* પ્રમાણસર અને અક્ષરો સમજી શકાય એ પ્રકારે લખાયેલી સિગ્નેચરમાં સુખ સમાયેલું હોય છે.

* સિગ્નેચર ડાબા કે જમણા હાથે કરો એમાં કોઈ વાંધો નથી. જમણો હાથ શુભ કાર્ય માટે ઉપયોગમાં લેવાય છે. તેથી જમણા હાથે સિગ્નેચરનો વધુ લાભ મેળવી શકાય છે. ડાબા હાથથી સિગ્નેચર કરવામાં આવે તો ખરાબ ફળ મળતાં નથી.

* હસ્તાક્ષરશાસ્ત્ર પ્રમાણે લાંબી સિગ્નેચર કરનાર વ્યક્તિ લાંબું આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય ભોગવે છે.

* પિતા હયાત હોય ત્યાં સુધી સિગ્નેચરમાં અટક ન લખો તો કોઈ વાંધો નહી, પરંતુ એક વાત યાદ રાખો કે પોતાનું નામ તો આખું જ લખવું.

* સિગ્નેચરને અંડરલાઈન વિના લખનારને જરૂરી આધાર મળતો નથી. તેણે જીવનમાં સંઘર્ષ પણ વધુ કરવો પડે છે.

* ઘણાં લોકો પોતાની સિગ્નેચરને આકર્ષક બનાવવા અથવા બીજા કરતાં કંઈક અલગ લાગે તેવું કરવા માટે પોતાની સિગ્નેચરમાં બે ભાષાઓનું સંયોજન કરે છે એટલે કે બે ભાષાના થોડા-થોડા અક્ષરોનો ઉપયોગ કરે છે. આવું કરવું બિલકુલ હિતાવહ નથી. આમ કરવાથી કારકિર્દી કે જીવનની યોગ્ય દિશા મળતી નથી.

* સિગ્નેચરમાં વધુ પડતાં ડોટ્સ (ટપકાં) કરવાથી ખરાબ ઘટનાઓ વધારે પડતી જોવી પડે છે અને તેનું ખરાબ ફળ પણ ભોગવવું પડે છે.

સેલિબ્રિટી સિગ્નેચર
મૂકેશ અંબાણીની સિગ્નેચર કેવી છે?

વિશ્વમાં ગુજરાતી તરીકે નામના કાઢી ગુજરાતનું ગૌરવ વધારવામાં મૂકેશભાઈ અંબાણીનો સિંહફાળો છે. એમની સિગ્નેચરમાં સળંગ રીતે લખાતાં અક્ષરો છે. તેઓ પેન ઉઠાવ્યા વગર સિગ્નેચર કરે છે. બે સ્થળોએ તેમની સિગ્નેચર કપાય છે. પારિવારિક, વૈચારિક અને વ્યાપારિક બાબતોમાં એમનું માન વધતું રહેશે. જાહેર ક્ષેત્રનાં કામોમાં મૂકેશભાઈનો 'સ્' હજુ ઊંચો લખાય તો વધુ સારા પ્રતિભાવો પ્રાપ્ત કરી શકાય. સરળતા સાથે વ્યાપારિક ક્ષમતા ઘણી પરિણામદાયક બની રહેશે.

મૂકેશ અંબાણીની સિદ્ધિઓમાં એમનાં પત્નીનું સમયસરનું યોગદાન અતિ મહત્ત્વનું છે. તેમની સિગ્નેચર પરથી જાણવા મળે છે કે બંને જણાં સુખ, ઐશ્વર્યમાં રાજવી જીવન ગાળે છે અને ગાળતાં રહેશે. સ્વાસ્થ્યમાં ડાયાબિટીસ અને બ્લડપ્રેશરથી સાચવવું પડશે. જ્યાં સુધી માતાનું છત્ર રહેશે ત્યાં સુધી વિશ્વની ધનિક વ્યક્તિ તરીકે અગ્રીમ નામોમાં રહેશે.

signaturesignificance@gmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Supplements
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com