180X600.jpg
May 25,2016 02:34:19 PM IST
 

ભાદરવી અમાસના મેળામાં મહેરામણ

Sep 05, 2013 02:49 Gujarat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 409
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર તા.૪

ભાવનગર તાલુકાના કોળિયાક ગામે નિષ્કલંક મહાદેવના દરિયાકાંઠે દર વર્ષે પરંપરાગત રીતે ભરાતા ભાદરવી અમાસના બે દિવસીય લોકમેળામાં આજે મોડી સાંજથી જ હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા. તો શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પગપાળા કોળિયાક જવા નિકળ્યા હતા. ભાદરવી અમાસના મેળામાં કોઈ અનિશ્ચનિય બનાવ ન બને તે માટે વહિવટી તંત્રએ પણ મુશ્કેટાટ બંદોબસ્ત ગોઠવી દીધો છે. તો સેવાભાવિ સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ભજન, ભોજન સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.

કોળિયાક નિષ્કલંક મહાદેવજીના સાનિધ્યમાં આજે તા.૪થી સપ્ટેમ્બરને બુધવારે સાંજથી ભાદરવી અમાસના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ થયો હતો. ભાતીગળ મેળામાં ભાગ લેવા અને સમુદ્ર સ્નાન કરી નિષ્કલંક થવા ભાવનગર જિલ્લા સહિત રાજ્યભરના હજારો શ્રધ્ધાળુઓ આજે બુધવારે જ પગપાળા અને વાહનો મારફત કોળિયાક પહોચવા માંડયા હતા. જેના કારણે કોળિયાક તરફ જતાં રસ્તાઓ કિડીઓની જેમ માનવ મેદનીથી ઉભરાઈ ગયા હતા. તો વળી કોળિયાક ગામ અને નિષ્કલંક મહાદેવ મંદિર સહિતના સ્થળોએ સંતવાણી, લોકડાયરાના કાર્યક્રમોએ આખી રાત જમાવટ બોલાવી દીધી હતી. આવતીકાલે ભાદરવી અમાસ નિમિત્તે વહેલી સવારે પાંચ વાગ્યા સમુદ્ર સ્નાન સાથે નિષ્કલંક મહાદેવના દર્શનાર્થે શ્રધ્ધાળુઓના ઘોડાપુર ઉમટી પડવાની સાથે લોકમેળોનો પ્રારંભ થતાની સાથે જ હર.. હર...મહાદેવના ગગનભેદી નાદ સાથે લોકો શ્રધ્ધાળુઓ નિષ્કલંકના દરિયામાં સ્નાન કરી નિષ્કલંક થશે.

આ સાથે પવિત્ર શ્રાવણ માસની પણ પૂર્ણાહૂતિ થશે.

કોળિયાકના મેળામાં રાજ્યભરના શ્રધ્ધાળુઓ આવતા હોય વહિવટી તંત્ર દ્વારા પણ આજથી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com