Apr 19,2015 12:50:06 AM IST
 

કુંભારવાડામાં પાંચ રોકેટ સિગ્નલ ઝડપાયા

Sep 05, 2013 02:50 Gujarat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 352
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર, તા. ૪

ભાવનગર શહેરના વડવા ચાવડીગેટ વિસ્તારમાંથી આજે બુધવારે પાંચ રોકેટ સીગ્નલ બીનવારસી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રોકેટ સીગ્નલ કબજે લઈ વધુ તપાસ શરૃ કરી છે. અલંગ સાથે સંકળાયેલ કોઈ ધંધાર્થી રોકેટ સીગ્નલ ફેંકી ગયુ હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.

શહેરના ચાવડીગેટમાં આવેલ વિજય ટોકીઝ સામેના ખાંચામાં બાવળની કાટમાં રોકેટ સીગ્નલ પડયા હોવાની બાતમી એ ડિવિઝન પોલીસને મળતા એ ડિવિઝન પીએસઆઈ કે.આર.પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બાવળની કાટમાંથી અલંગના પાંચ રોકેટ સીગ્નલ બીનવારસી હાલતમાં પડયા હતા, જેમાં એક રોકેટ સીગ્નલ ફુટેલી હાલતમાં મળી આવ્યુ હતું. પોલીસે પાંચેય રોકેટ સીગ્નલ કબજે લીધા હતાં. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતાં.

આ રોકેટ સીગ્નલ બપોરે મળી આવ્યા હતા પરંતુ સાંજના ૬ કલાક સુધી સત્તાવાર કોઈ ફરિયાદ નોંધાઈ નથી તેમ પીએસઓએ જણાવ્યુ હતું. અગાઉ અનેકવાર કુંભારવાડામાંથી આવા અલંગના રોકેટ સીગ્નલ મળી આવ્યા છે. આ રોકેટ સીગ્નલથી લોકોની હાની થવાની ભીતિ રહેલી છે ત્યારે પોલીસે કડક કાર્યવાહી કરવી જરૃરી છે તેના બદલે પોલીસે ઉદાસીન વલણ અપનાવ્યુ છે. તે બાબત ગંભીર ગણી શકાય તેવી છે. ખરેખર આ મામલે ગહન તપાસ કરી જવાબદારો સામે આકરા પગલા લેવા જોઈએ.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com