Apr 22,2015 04:51:55 AM IST
 

૬ લાખ વિદ્યાર્થીના વાલીઓ પાસેથી એકરારનામુ લેવાશે

Sep 05, 2013 02:51 Gujarat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 234
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર, તા.૪

પોતાના પરિવારના તમામ લાયક સભ્યનું મતદાર યાદીમાં નામ નોંધાઈ ગયુ છે, અથવા નામ નોંધવા માટેનુ ફોર્મ ભરાઈ ગયુ છે તેવુ ભાવનગર શહેર અને જિલ્લાના મળીને અંદાજિત છ લાખ છાત્રના વાલીઓ પાસેથી ચૂંટણી તંત્ર દ્વારા એકરાર નામુ ભરવામાં આવશે.

આ અંગે સાંપડતી માહિતી અનુસાર,લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણી તંત્ર દ્વારા યોજાનારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમને અસરકારક બનાવવા અને મતદાર યાદીમાં લાયક મતદારના નામ વધુમાં વધુ ઉમેરાય તેવા હેતુને ચરિતાર્થ કરવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચે વિવિધ સક્રિય બન્યુ છે.જેના ભાગરૃપે ચૂંટણી તંત્રએ બીએલઓનેે ડોર ટુ ડોર ફરાવીને મતદાર કાપલીનું વિતરણ કરાવ્યુ હતું. બીએલઓએ મતદાર કાપલીના વિતરણ સમયે જ મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા અને સુધારા કરવા માટેના ફોર્મ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.આ કસરતના લીધે જ મતદાર યાદીમાં નવા નામ ઉમરેવા માટેના ભાવનગર શહેર અને જિલ્લામાંથી કુલ ૩૭૦૮૪ ફોર્મ હતા. હવે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમને અમલમાં મુકવામાં આવશે.જેમા લાયક મતદારના નામ વધુમા વધુ ઉમેરવામાં આવે તે માટે તંત્ર દ્વારા કસરત કરવામાં આવશે.આ કામગીરી બાદ મતદાર યાદીમાં પોતાના પરિવારના લાયક સભ્યોનું નામ નોંધાઈ ગયુ છે, કે પછી મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં નામ નોંધવા માટેનું ફોર્મ ભર્યુ છે..?તેવુ શહેર અને જિલ્લાના છ લાખ છાત્રના વાલીઓ પાસેથી ચૂંટણી તંત્ર દ્વારા એકરારનામુ ભરવામાં આવશેે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com