Apr 24,2014 02:44:01 AM IST
 

ભાવનગર એસટી ડેપોને ૪ માસમાં ૧.૬પ કરોડની વિક્રમજનક આવક

Sep 05, 2013 02:51 Gujarat > Bhavnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 245
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર, તા.૪

ભાવનગર એસ.ટી.વિભાગ દ્વારા મુસાફરોને આવશ્યક રૃટની બસ સેવા પુરી પાડવામાં આવતી નહિ હોવાની વ્યાપક ફરિયાદો ઊઠતી રહી છે. એસ.ટી.અમલદારો દ્વારા માયાવી આંકડા જાળ રજૂ કરીને થાબડભાણાં કરાય છે. છેલ્લા ચાર માસમાં એસટી ડેપોને ૧.૬પ કરોડની વિક્રમજનક આવક થઈ હોવાનું જાહેર કરાયું છે.

ભાવનગર એસ.ટી.ડેપો દ્વારા મુસાફરોને બસ સુવિધા પુરી પાડવામાં આવે છે. જો કે, મોટાભાગની બસો ભંગાર હોવાની અને બસ કર્મચારીઓના પ્રવાસીઓ સાથેના ઉધ્ધતાઈભર્યા વર્તનની ફરિયાદો છાસવારે ઊઠતી રહી છે. ત્યારે ડેપો અધિકારીઓ વિક્રમી આવકની બ્યૂગલ વગાડી રહ્યા છે.

ભાવનગર ડેપો મેનેજર જે.આર.બુચના જણાવ્યા મુજબ ભાવનગર ડેપો દ્વારા ભાવનગર-વડોદરા ઈન્ટરસિટી રૃટ અને ભાવનગર-કડી બસ શરૃ કરવામાં આવી છે. તેવી જ રીતે, અન્ય શહેરો-સ્થળો માટે બસોનું સંચાલન કરવામાં આવે છે. જેના થકી છેલ્લાં માહે એપ્રિલથી જુલાઈ એમ ચાર માસમાં ભાવનગર ડેપોની આવકમાં ધરખમ વધારો થવાના પગલે રેકોર્ડબ્રેક રૃા.૧,૬પ કરોડ આવક નોંધાવા પામી છે. જે ગત વર્ષ ર૦૧ર માં રૃા.૧,૧પ કરોડ હતી. તેમણે ઉમેર્યું કે, ગત ર૦૧ર જુલાઈ માસ કરતાં વધીને વર્ષ ર૦૧૩ જુલાઈ માસમાં જ ડેપોની તોતિંગ રૃા.૩૯ લાખની આવક નોંધાવા પામી હતી.

ઉલ્લેખનીય છે કે, ભાવનગર ડેપો મેનેજર બુચે ગત વર્ષની ખોટ કરતાં રૃા.૧૧ લાખની ખોટ ઘટી હોવાનો દાવો કરતાં જણાવ્યું કે, ભાવનગરથી વડોદરા ઈન્ટરસિટી રૃટ અને ભાવનગર-કડી રૃટ શરૃ કરવામાં આવતાં મુસાફરોને લાભ મળવાની સાથે એસ.ટી.ની આવકમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com