180X600.jpg
Sep 03,2015 05:15:59 AM IST
 

જમીન બીનખેતી કર્યા વિના જ બુધેલમાં આસારામે આશ્રમ ખડક્યાનો પર્દાફાશ

Sep 05, 2013 02:51 Gujarat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 458
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર,તા.૪

૧૬ વર્ષની સગીરા ઉપર દુષ્કર્મના આરોપમાં જેલમાં બંધ આસારામ સામે અત્યાર સુધીમાં આંખ આડા કાન કરનારા તંત્રએ આળસ મરડીને કાર્યવાહી હાથ ધરવાની ફરજ પડી છે. ભાવનગર નજીકના બુધેલમાં આવેલા આસારામના આશ્રમમાં ગેરકાયદે બાંધકામ બાબતે ગઈકાલે બાડાએ નોટિસ ફટકાર્યાને હજુ ર૪ ક્લાક નથી થયા ત્યાં આજે બુધવારે જમીન બીનખેતી કર્યા વિના જ આશ્રમ ખડકી દિધો હોવાનું ભાવનગર તાલુકા મામલતદાર તંત્રની તપાસમાં બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.

આ અંગે સાંપડતી માહિતી અનુસાર, પોતાને ભગવાન કહેડાવનાર પ્રંપચી અને ઢોંગી એવા આસારામના કાળા કરતૂતોની લાંબી યાદી છે. આસારામ સામે અનેક ફોજદારી કેસો નોંધાયા હોવા છતા પણ તે રાજ્ય સરકારના રક્ષણ સાથે ખુલ્લેઆમ ફરતો હતો. આસારામનો વાળ પણ વાંકો થતો ન હતો. ભારે દબદબા વચ્ચે વૈભવશાળી જીવન જીવતા આસારામ હાલમાં ૧૬ વર્ષની કિશોરીના યૈાન શોષણના આરોપમા જેલમાં સબડી રહ્યા છે. ત્યારે અત્યાર સુધી મીયાની મિંદડી બની ગયેલા તંત્રવાહકોને કાર્યવાહી કરવાની હિંમત આવી છે. જેમાં ભાવનગર નજીક બુધેલ ખાતે આવેલા બે એકરની કરોડો રૃપિયાની જમીન પર ગેરકાયદે આશ્રમ આસારામે ખડકી દિધો હોવાનો ગ્રામ્ય મામલતદાર તંત્રની તપાસમાં પર્દાફાશ થયો છે. તાલુકા મામલતદારની કચેરીએ આશ્રમના રેકર્ડની ચકાસણી હાથ ધરી છે. જેમાં આશ્રમના બાંધકામ માટે કોઈ પરવાનગી નહિ લીધી હોવાનું બહાર આવ્યુ છે. આમ આસારામનું વધુ એક કારસ્તાન બેનકાબ થયુ છે.

 
Share This


 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com