180X600.jpg
Apr 30,2016 12:38:37 PM IST
 

કુંભારવાડામાં ડિમોલેશન ઃ ૬પ૦ વારનો પ્લોટ દબાણમૂક્ત કરાયો

Sep 05, 2013 02:52 Gujarat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 404
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર, તા. ૪

ભાવનગર શહેરના કુંભારવાડામાં આજે બુધવારે મહાપાલિકાના દબાણ હટાવ સેલ અને એસ્ટેટ વિભાગે ઓપરેશન ડિમોલેશન હાથ ધર્યુ હતુ. સર્વ શિક્ષા અભિયાન માટે જગ્યા ખાલી કરાવવા અલંગના ભંગારીઓ અને માલધારીઓના વાડાના દબાણો હટાવી ૬પ૦ વારનો પ્લોટ ખુલ્લો કરાયો હતો.

આ અંગે દબાણ હટાવ સેલના વડા દિપક જાનીએ જણાવ્યુ હતુ કે, કુંભારવાડા નારી રોડ પર શીતળા માતાના મંદિરના ખાંચામાં ૬પ૦ વારના પ્લોટમાં અલંગના ભંગારીઓએ દબાણોનો અડીંગો જમાવ્યો હતો. આ ઉપરાંત અહીં માલધારીઓએ વાડા બનાવી દીધા હતા. આ જગ્યા સર્વ શિક્ષા અભિયાન માટે આપવાની હોય અહીં ખડકાયેલા તમામ દબાણો પર બુલડોઝર ફેરવી પ્લોટ ખુલ્લો કરાયો હતો. ઉક્ત કામગીરીમાં દબાણ હટાવ સેલના દિપક જાની, મજબુતસિંહ, નિરજ ચૌહાણ, હેમંત ભટ્ટ, માતર ચાવડા, એસ્ટેટ વિભાગના કિશોર રાઠોડ અને મહેન્દ્રસિંહ પરમાર સહિતનો સ્ટાફ જોડાયો હતો.

 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com