Apr 20,2014 08:39:54 AM IST
 

વુડાની ઓફિસ બહાર જ વુડા ચેરમેન એન.વી. પટેલના પૂતળાનું દહન કરાયં

Sep 05, 2013 03:01 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 398
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા, તા.૪

અટલાદરાના વુડાના માધવનગરની ઘટનામાં ૧૧ નિર્દાષ નાગરીકોના મોતની ઘટનાને પગલે શહેર યુથ કોંગ્રેસે વુડાની કચેરી બહાર વુડા ચેરમેન એન.વી. પટેલના પૂતળાનુ દહન કર્યું હતુ અને 'એન.વી. પટેલ હત્યારો છે' તેવા સૂત્રોચ્ચાર કરીને આક્રોશ ઠાલવ્યો હતો. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને કાર્યકરો સાથે ઝપાઝપી અને ખેંચતાણ સર્જાઈ હતી. પોલીસે આઠ કાર્યકરોની અટકાયત કરી હતી. જેમને મોડી સાંજ પછી અટકાયતમાંથી મૂક્ત કરાયા હતા.

  • પોલીસે કાર્યકરો સાથે અટકાયત કરતા ખેંચતાણ અને ચકમક સર્જાઈઃ યુથ કોંગ્રેસના આઠ કાર્યકરોની અટકાયત

આજે સવારે ૧૧ વાગ્યાના અરસામાં શહેર યુથ કોંગ્રેસ દ્વારા વુડાની કચેરી બહાર માધવનગરની ઘટનાને લઈને દેખાવો કરાયો હતો. યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ રાજુ માસ્ટરની આગેવાનીમાં 'વુડા ચેરમેન એન.વી. પટેલ હત્યારો છે તેવા સૂત્રોચ્ચાર કરાયા હતા. યુથ કોંગ્રેસના કાર્યકરોએ એન.વી. પટેલને ચેરમેન પદે રહેવાનો કોઈ અધિકાર નથી અને તેઓ નૈતિકતાથી ચેરમેન પદ પરથી રાજીનામુ આપી તે તેવી માગણી કરી હતી. યુથ કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો કર્યા પછી રોડ પર વુડાના ચેરમેન એન.વી. પટેલનુ પૂતળુ લઈ આવ્યા હતા. કેટલાકે તો એન.વી. પટેલના પૂતળાને લાતો મારીને આક્રોશ વ્યક્ત કર્યા હતો. તે પછી પૂતળાનુ દહન કરાયું હતુ. ઘટના અંગેની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે કોંગી કાર્યકરોની અટકાયતો કરવાની કાર્યવાહી કરતા માહોલ ગરમાયો હતો. યુથ કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે રીતસરની ચકમક ઝરી હતી. પોલીસે કાર્યકરોની ખેંચતાણ કરી હતી. જેને લઈને કાર્યકરો સાથે બોલાચાલી થઈ હોવાના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે સ્થળ પરથી યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ રાજુ માસ્ટર, નરેન્દ્ર રાજપૂત, પ્રિયુશ સોલંકી, અરવિંદ પરમાર, ચેતન સોલંકી, રવિ સોલંકી સહિત કુલ આઠ કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસની અટકાયતી પગલા લેવાની કાર્યવાહી પૂર્ણ થાય તે પહેલા તો વુડા ચેરમેન એન.વી. પટેલના પૂતળાનુ દહન પૂર્ણ થઈ ગયુ હતુ.

 રેસ્કયુ વડોદરા ગ્રુપ દ્વારા આજથી આમરણાંત ઉપવાસ આંદોલન

માધવનગરના રહીશોએ તેઓના માથેથી છત ગુમાવી દીધી છે. તેઓ વૈકલ્પિક વ્યવસ્થા પણ તેઓને મળી નથી . તેઓને ઝડપથી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પાકી છત મળે તેવી માંગણી સાથે આવતીકાલ તા.પથી રેસક્યુ વડોદરા ગૃપ મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરી રહયુ હોવાનુ આ ગૃપના જીતેન્દ્ર ચાંદવાની અને સચીન સોલંકીએ જણાવ્યુ હતુ.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com