May 30,2015 11:50:01 PM IST
 

જિ. પંચાયતની ખરીદ કમિટીનું ૧.૮૧ કરોડના શૈક્ષણિક ખરીદીમાં કૌભાંડ

Sep 05, 2013 02:39 Baroda >
 
comment     E-Mail     Print    
 
Viewed: 618
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા.તા.૪

જિલ્લા પંચાયતની ખરીદ કમિટીએ પાંચ ટેન્ડર પૈકી માત્ર ત્રણ ટેન્ડર ખોલી મળતિયાને રુ.૧.૮૧ કરોડની ખરીદીનો ઓર્ડર આપી દેવાની વેતરણ કરી હતી. જે સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીને ગંધ આવતા બાકીના બે ટેન્ડર ખોલાવતા લોએસ્ટ રેટ નિકળતા ખરીદ કમિટીએ આપેલો ઓર્ડર રદ કરાવ્યો હતો. અને નવા ખુલેલા લોએસ્ટ રેટ ના ટેન્ડરને ઓર્ડર આપી રુ.૪૭ લાખના જાહેર નાણાંની બચત કરાવી હતી. જ્યારે બીજી બાજુ મળતિયા સાથે મળીને કૌભાંડ આચરનારાઓ સામે શિક્ષાત્મક પગલા ભરવાની કાર્યવાહી હાથ ધરતા જિલ્લા પંચાયતમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.

 ઉક્ત કૌભાંડની વિગત એવી છે કે જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો રવિકુમાર અરોરાએ અખત્યાર સંભાળ્યો ત્યારેજ જિલ્લા પંચાયતની ખરીદ કમિટીના સભ્યો પૈકી ડેપ્યુટી ડી.ડી.ઓ, ડેપ્યુટી ડી.પી.ઇ.ઓ, હિસાબી અધિકારી, બિટ નિરીક્ષક સહિતની સાત સભ્યોની કમિટીએ જિલ્લાની ૨૩૧૭ પ્રાથમિક શાળાઓના હજારો વિધાર્થીઓ માટે બુધ્ધિમાપના રુ.૧.૮૮ કરોડના બ્લોક સેટ, બ્લોકસેટ મોડેલ્સ, મણકાઘોડી, ભૌમિતીક આકારો, ઘડિયાળનો ચંદો અને કાંટા, કંપાસપેટી, ચલણી સિક્કાઓ અને કરન્સી નોટ ની પ્રતિકૃતિ, મુસાફરીના સાધનો, તોલમાપના સાધનો મળી કુલ ૧૭ સાધનોની કીટ ખરીદવાની લાલ જાજમ પાથરી દીધી હતી. પરંતુ જિલ્લા વિકાસ અધિકારીને ખરીદ કમિટીની ઉતાવળ સંદર્ભે શંકા જતા દરેક કીટ ની આઇટમ્સના સ્પેસિફિકેશન મંગાવ્યા હતા. તદુપરાંત ખરીદ કમિટીએ ક્યાં કારણોસર પાંચ પૈકી માત્ર ત્રણ ટેન્ડર ખોલ્યા હતા ? જે સંદર્ભે તલસ્પર્શી તપાસ હાથ ધરાવી હતી. જેથી ભ્રષ્ટાચાર આચરવાના ભોરિંગનો ભાંડો ફુટયો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ નવા ખોલાવેલા ટેન્ડરો પૈકી લોએસ્ટ ટેન્ડરને ઓર્ડર આપ્યો હતો. જેથી રુ.૪૭ લાખના જાહેર નાણાંની બચત થઇ હતી. એ પહેલા ખુલેલા ટેન્ડર પૈકી એક સપ્લાયરે હાઇકોર્ટમાં રીટ કરી હતી. જે સંદર્ભે હાઇકોર્ટે ૧૭ સાધનોની કીટ મંગાવતા કોર્ટના પરિસરમાંજ તુટી ગઇ હતી. જેથી ન્યાયાધિશે ટકોર કરી હતી કે આવા સાધનો ગામડાઓની પ્રાથમિક શાળાઓ સુધી કેવી રીતે પહોંચી શકશે ? જ્યારે નવા ખુલેલા ટેન્ડરના સાધનોની કીટ મંગાવી ચકાસી હતી. જે ઓછી કિંમતે પહેલા કરતા સારા હોવાનું ફલિત થયું હતું. જેથી જિલ્લા વિકાસ અધિકારીની સતર્કતા અને વહીવટની કાર્ય પધ્ધતિને બિરદાવી હોવાનું જાણવા મળ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી રવિકુમાર અરોરાએ ખરીદ કમિટીના કસુરવારો સામે કડક હાથે કામ લેવાનો નિર્ણય લેતા જિલ્લા પંચાયતક્ષેત્રે હાહાકાર મચી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com