Apr 19,2015 02:55:36 PM IST
 

પાદરા લોરેન્સ કીરીમાં રૂ.૭૦ લાખની ચોરી

Sep 05, 2013 02:43 Baroda >
 
comment     E-Mail     Print    
 
Viewed: 530
Rate: 3.6
Rating:
Bookmark The Article

વડોદરા, તા.૪

પાદરાની લોરેન્સ કીરી કંપનીમાં થયેલી ૭૦ લાખની ચોરી પ્રકરણનો મુખ્ય આરોપી પ્રજ્ઞોશ પટેલના રિમાન્ડ આવતીકાલે પુરા થાય છે. પોલીસ તેના વધારે રિમાન્ડ પણ માંગી શકે છે. ત્યારે બીજી તરફ, ચોરીના એસ એસિડનો જથ્થો પાદરા એપીએમસીના ડિરેક્ટર પ્રવિણના ખેતરમાંથી હોવાના પુરાવા મળ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

  • પ્રકરણમાં વિજય સિંધાની પણ સંડોવણી ? -  પાદરા એપીએમસીના ડિરેક્ટર પ્રવિણ સિંધાના ખેતરમાં ચોરીના માલની હાજરી હોવાના પુરાવા મળ્યાઃ પોલીસ

પાદરાની કીરી કેમિકલ્સ કંપનીમાંથી ૧૫.૧૩૧ મેટ્રીક એસ એસિડ પાઉડરનો જથ્થો ચોરી કરવાના ગુનામાં પ્રજ્ઞોશ કાંતિભાઇ પટેલના રિમાન્ડનો આજે છેલ્લો દિવસ છે. પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન પ્રજ્ઞોશ પાસે પોલીસ ફક્ત એક જ વાત ઓકાવી શકી છે, બે ટેમ્પા ચાલકોની માહિતી. બે ડીસીએમ ટેમ્પામાં ચોરીનો સમગ્ર માલ કંપનીમાંથી બહાર લઇ જવાયો હતો, તે બંને ટેમ્પા પાદરા પોલીસે કબ્જે લીધા છે. તેમજ બંને ડ્રાઇવરો પ્રવિણ પરમાર અને ભગત ધીરુની પુછપરછ પોલીસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

પાદરા પીઆઇ એમ.કે.ગુર્જર જણાવ્યા મુજબ, પ્રવિણ સિંધાના ખેતરમાં એફએસએલની ટીમે તપાસ કરી હતી. ખેતરની માટીમાંથી ચોરી થયેલા એસ એસિડ હોવાના પુરાવા મળ્યા છે. તેમજ પ્રવિણ સિંધાનો પુત્ર વિજય સિંધાનો લોરેન્સ કીરી કંપનીમાં લેબર કોન્ટ્રરાક્ટ છે. આ ચોરીમાં વિજયની પુછપરછ માટે સમન્સ પાઠવામાં આવ્યો છે. વિજયની પુછપરછ કર્યા બાદ તેની સંડોવણી છે કે નહીં તે સ્પષ્ટ થઇ શકશે. પરંતુ હાલ પજ્ઞોશ બાદ આ ચોરીમાં કોની કોની સંડોવણી તે કહેવું મુશ્કેલ છે.

પાદરાના મુવાલ ગામે રહેતા પ્રવિણ સિંધાના ખેતરમાંથી ચોરીનો માલ હોવાના પુરવા મળ્યા હોવાનું પોલીસ જણાવે છે. તો પ્રવિણ સિંધાની પુછપરછ કરવામાં પોલીસને પેટમાં દુખે છે? કે પછી પોલીસને રાજકીય વગ નડી જાય છે ? આ ચકચાર ભર્યા કેસમાં પોલીસની દરેક કાર્યવાહી પણ નજર બની રહેશે. અગાઉ પણ પીઆઇ ગુર્જરે આ ચોરી સંદર્ભે કોઇ રાજકીય વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરાઇ હોવાનું 'સંદેશ'ને જણાવ્યું હતું.

 પાદરા પીઆઇ ટ્રેનિંગમાં હોવાથી પ્રજ્ઞોશ પટેલની પૂછપરછમાં કચાસ ?

ઇ. ગુજ.કોપના પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના પોલીસ કર્મચારીઓની વિવિધ તબક્કમાં ટ્રેનિગ ચાલી રહી છે. દરેક પોલીસ કર્મચારીને ૫ દિવસનો ટ્રેનિંગનો કાર્યક્રમ ફરજીયાત એટેન્ટ કરવાનો હોય છે. હાલ પાદરા પીઆઇ એમ.કે.ગુર્જર પણ કોમ્પ્યુટરની ટ્રેનિંંગ લેવામાં વ્યસ્ત છે. બીજી તરફ, લોરેન્સ કંપનીમાં થયેલી ચોરીના કેસની તપાસ પણ તેમના હાથમાં છે. ત્યારે રિમાન્ડ પર રહેલા પ્રજ્ઞોશની પુછપરછ કરવામાં પીઆઇ ગુર્જર ક્યારે સમય ફાળવાતા હશે ?

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com