180X600.jpg
Jul 29,2016 11:20:28 PM IST
 

બોગસ એનડીપીએસ કેસઃ ગોવિંદ સોમાણીના ફર્ધર રિમાન્ડની રિવિઝન અરજીની સુનાવણી સંપન્ન

Sep 05, 2013 02:46 Baroda >
 
comment     E-Mail     Print    
 
Viewed: 465
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા,તા. ૪

રાજયના ચકચારભર્યા બોગસ એન.ડી.પી.એસ. કેસના સૂત્રધાર ગોવિંદ સોમાણીને વધુ ૭ દિવસ પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર રાખવા માટે સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાન્ચે સેસન્સ કોર્ટમાં રજુ કરેલી રિવિઝન અરજીની સુનાવણી આજે પુરી થઈ છે. સરકારી વકીલ દ્વારા લો પોઈન્ટ પર કરાયેલી વિગતવારની રજુઆતો સાંભળ્યા બાદ રિવિઝન અરજીનો ચુકાદો આગામી તા.૭મી ઉપર મુલતવી રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

  • કેસની પતાવટ કરવા માટે એડવોકેટ જગદિશ રામાણીએ પોલીસ અધિકારી ભગીરથસિંહ જાડેજા સાથે ગોઠવણ કરી હતી હું રૂ. ૬૦ લાખ રામાણીના ઘરે જઈને આપી આવ્યો હતો તેવો સોમાણીએ ઘટસ્ફોટ કર્યો હતો

બોગસ નારકોટિક્સ કેસના તાર મધ્ય પ્રદેશ સાથે પણ જોડાયેલા છે. કરોડો રુપિયાની લેતી દેતીના મુદ્દે કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સાથે ગોઠવણ કરીને સુભાનપુરા વિસ્તારની સુપરમેન સોસાયટીમાં રહેતાં પ્રકાશ પિલ્લાઈના ઘરે નારકોટિક્સનો જથ્થો મુકીને ખોટો કેસ કરવામાં આવ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટના હુકમ પ્રમાણે સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. હાઈકોર્ટના હુકમ પછી ગોવિંદ સોમાણી (રહે, સેવક નગર, રેસકોર્સ)ની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ કરનાર અધિકારી કે.એ. નિનામાએ ફોજદારી કોર્ટ સમક્ષ ૧૪ દિવસના રિમાન્ડ માગ્યા હતા. અદાલતે ગોવિંદ સોમાણીના ૬ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન આરોપી ગોવિંદ સોમાણીએ એવો ઘટસ્ફોટ કર્યો હતો કે હું પકડાયો નહતો ત્યારે મેં વડોદરાના વકીલ જગદિશ રામાણીનો કોન્ટેકટ કર્યો હતો અને મારે અટક થવુ નથી તેમ જણાવ્યુ હતુ. જગદિશ રામાણીએ તત્કાલિન તપાસ કરનાર અધિકારી ભગીરથસિંહ જાડેજા સાથે ગોઠવણ કરી હતી.

રામાણીએ ગોવિંદ સોમાણીને કહયું હતુ કે જાડેજા સાથે વાત થઈ ગઈ છે તમને અટક નહિં કરે આ માટે જાડેજા (તપાસ અધિકારી)ના રૂ. ૫૦ લાખ અને મારા ૧૦ લાખ એમ મળીને રૂ. ૬૦ લાખ આપવા પડશે. ગોવિંદ સોમાણીએ એવું પણ કબુલ્યુ હતુ કે, હું અકોટા વિસ્તારમાં આવેલા રામાણીના બંગલે ગયો હતો અને કેનવાસની બેગમાં રૂ. ૬૦ લાખ રોકડા આપ્યા હતા.

ગોવિંદ સોમાણી હાલમાં જેલમાં છે. પરંતુ હાઈકોર્ટના હુકમથી ચાલતી તપાસમાં હજુ ઘણાં મુદ્દાઓની તપાસમાં તેની પ્રત્યક્ષ હાજરીની જરુર હોઈ ઈન્વેસ્ટિગેશન ઓફિસર કે.એ. નિનામાએ નીચેની કોર્ટના હુકમ સામે સેસન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરીને ગોવિંદ સોમાણીના વધુ ૭ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેની સુનાવણી દરમિયાન ગોવિંદ સોમાણીના વકીલે વાંધા રજુ કર્યા હતા. આ રિવિઝન અરજીની આજે વધુ સુનાવણી થઈ હતી. ત્યારે સિનિયર સરકારી વકીલ જે.પી. ભટ્ટે લો પોઈન્ટ પર વિસ્તૃત દલીલો કરી હતી અને રિવિઝન અરજી ચલાવીને ન્યાયોચીત હુકમ કરવાની સેસન્સ કોર્ટ પાસે વિશાળ સત્તા છે .

આ અંગેના તથા નીચેની કોર્ટે રિમાન્ડ અરજી નામંજુર કરી હોય ત્યાર પછી સેસન્સ કોર્ટે તપાસ પુરી કરવા માટે મંજુર કરેલા ફર્ધર રિમાન્ડ અંગેના વિવિધ કોર્ટોના ચુકાદા (સાઈટેશન) ના.કોર્ટમાં રજુ કર્યા હતા.

 
Share This