180X600.jpg
Aug 29,2015 11:36:42 AM IST
 

રાજ્યસભામાં ભૂમિઅધિગ્રહણ બિલ અને લોકસભામાં પેન્સન બિલ પાસ

Sep 05, 2013 00:03
 
comment     E-Mail     Print    
 
Viewed: 1689
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર

રાજ્યસભામાં આજે બે બિલ પાસ થયા. એક ભૂમિઅધિગ્રહણ બિલ અને એક ફુડ સિક્યોરીટી બિલ. આ ઉપરાંત લોકસભામાં પણ પેન્સન બિલ પાસ થયુ.

રાજ્યસભામાં પાસ થયેલ બન્ને બિલ ખુબ જ ઐતિહાસિક મહત્વ ધરાવતા બિલ છે. તેમાથી ભૂમિઅધિગ્રહણ બિલ લોકસભામાં કેટલાક સુધારા માટે પરત જશે.

ભાજપના પ્રવક્તા રવિ શંકર પ્રસાદે જણાવ્યુ હતુ કે આ બિલ ખેડૂતોને લાભકર્તા રહેશે. અને સાથોસાથ મુડીરોકાણ પર પણ ભાર મુક્યો હતો.

કોંગ્રેસના જનાર્દન દ્વિવેદી એ જણાવ્યુ હતુ કે આ બિલમાં ગ્રામ પંચાયતોને પહેલી પ્રાથમિકતા આપવામાં આવી છે અને ખેડૂતોનુ ભવિષ્ય સુરક્ષિત રહેશે. આ બિલના સમર્થનમાં 131 જ્યારે વિરોધમાં 10 મત પડ્યા હતા.

આ સાથે લોકસભામાં પેન્સન બિલ પાસ કરવામાં આવ્યુ હતુ. જેમાં દેશનાં 53 લાખ પેન્શનરોને લાભ થશે અને સરકાર ઉપર 35,000 કરોડ રૂપિયાનો અતિરીક્ત બોજો પડશે. આ બિલ પ્રમાણે જેમની રેગ્યુલર આવક છે તેમને માટે કમાણી માંથી થોડુક બચાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી છે. આથી તેમની બચત નિવૃતી પછી તેમને પેન્શન સ્વરૂપે મળશે.
 
Share This


 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com