May 24,2015 10:28:30 AM IST
 

મહિલાઓ પર કુદ્રષ્ટિ કરતાં આસારામને સંત લીલાશાએ આશ્રમમાંથી તગેડયો હતો

Sep 05, 2013 00:57 Gujarat >
 
Tags:   --- comment     E-Mail     Print    
 
Viewed: 315
Rate: 0
Rating:
Bookmark The Article

ગાંધીધામ, તા.૪ રાજસ્થાનનાં જોધપુરની એક ૧૬ વર્ષની સગીર કન્યાએ આસારામે તેની સાથે કરેલી જબરદસ્તીની ફરિયાદ કર્યાનાં પગલે આસારામ હાલ જેલની હવા ખાઇ રહ્યા છે. સફેદ વસ્ત્રધારી અને પોતાને સંત ગણાવતા આસારામની મહિલાઓ પ્રત્યેની કાણી દાનત આજથી નહીં પરંતુ શરૃઆતથી જ રહી હોવાનું જાણવા મળે છે. સ્ત્રીઓ સામે કુદ્રષ્ટિ કરવા બદલ સંત લીલાશાએ તેમને પોતાનાં આશ્રમમાંથી તગેડી મુક્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આસારામ જ્યારે સંત તરીકે પ્રસ્થાપિત થયા ન હતા ત્યારે તેઓ કચ્છનાં ગાંધીધામ-આદિપુરમાં સંત લીલાશા પાસે આવ્યા હતા અને તેમનાં આશ્રમમાં થોડો સમય રહેતા હતા. આસારામ સંત લીલાશાને પોતાનાં ગુરુ માને છે, પરંતુ જાણકારોનાં કહેવા પ્રમાણે સંત લીલાશાએ આસારામને ક્યારેય પોતાનાં શિષ્ય ગણ્યા નથી. સંત લીલાશા અને આસારામનાં વિચારોમાં શરૃઆતથી જ ઘણો ભેદ હતો અને તેનાં કારણે જ સંત લીલાશા તેમને પોતાનાં શિષ્ય ગણાવતા ન હતા. સફેદ વસ્ત્રધારી આસારામ આજે પોતાને સંત કહેવડાવે છે. વિશ્વનાં ૧૨ દેશોમાં કુલ મળીને તેમનાં ૪૨૫ આશ્રમો છે અને બે કરોડ કરતા વધારે તેમનાં અનુયાયીઓ છે. અનેક મહિલાઓ અને યુવતીઓએ તેમની સામે આસારામે અઘટિત માગણી કરી હોય અને બળજબરી કરી હોય તેવા આક્ષેપો કર્યા છે. તાજેતરમાં રાજસ્થાનની એક સગીરાએ તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. આસારામને નજીકથી જાણતા લોકોનું કહેવું છે કે, આસારામની મહિલાઓ પ્રત્યેની દાનત પહેલેથી જ ખરાબ છે. આદિપુર-ગાંધીધામનાં કેટલાક બુઝુર્ગોનું કહેવું છે કે, શરૃઆતમાં આસારામ ગાંધીધામમાં આવેલી ૬૪ બજારમાં સંત લીલાશાનાં આશ્રમમાં આવ્યા હતા, તે સમયે સંત લીલાશાનાં બે આશ્રમો હતા એક પાલનપુરમાં અને એક ગાંધીધામમાં. સંત લીલાશા તે સમયે થોડો થોડો વખત આ બંને આશ્રમોમાં રહેતા હતા. સંત લીલાશા ભલા માણસ અને એક સાચા સંત હતા. તેઓ હંમેશા દુઃખિયારાઓની સહાય કરતા હતા. તે સમયે સંત લીલાશાનાં આશ્રમ દ્વારા ગરીબોને અનાજ આપવામાં આવતું હતું પરિણામે દરરોજ અસંખ્ય ગરીબો આશ્રમમાં અનાજ લેવા માટે આવતા હતા. અનાજ લેવા આવતી મહિલાઓ ઉપર આસારામ કુદ્રષ્ટિ કરતો હતો, આવી ફરિયાદો અનેક વખત મહિલાઓ દ્વારા કરવામાં આવતી હતી. ધીરે ધીરે આસારામની આ કરતૂતો વધવા લાગી. સંત લીલાશા એક વખત ગાંધીધામનાં ૬૪ બજાર ખાતેનાં આશ્રમમાં હાજર હતા ત્યારે કેટલીક મહિલાઓ તેમને મળવા આવી હતી. આ મહિલાઓએ સંત લીલાશા સમક્ષ આસારામની ખરાબ દાનતની વિગતવાર ફરિયાદ કરી હતી. મહિલાઓની ફરિયાદ સાંભળીને સંત લીલાશા અકળાઇ ઉઠયા હતા અને તેમણે તાત્કાલિક આસારામને બોલાવીને આશ્રમમાંથી બહાર કાઢી મુક્યા હતા અને આજ પછી આશ્રમમાં ન આવવાનું કહી દીધું હતું તેમ આદિપુર-ગાંધીધામનાં વયોવૃદ્ધ લોકો પાસેથી જાણવા મળે છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com