Nov 27,2014 01:40:15 AM IST
 

અંજાર પંથકમાં બે બનાવમાં પ.૮૦ લાખની મતાની તસ્કરી

Sep 05, 2013 00:57 Gujarat > Bhuj
 
Tags:   --- comment     E-Mail     Print    
 
Viewed: 218
Rate: 0
Rating:
Bookmark The Article

ગાંધીધામ, તા. ૪ અંજાર પંથકમાં આજે તસ્કરોએ પડાવ નાખ્યો હોય તેમ વરસામેડી સીમમાં આવેલા ટોયોટા શો રૃમમાંથી રોકડા રૃપિયા ૩.૯પ લાખની મતા તફડાવી ગઠિયા પલાયન થઈ ગયા છે. તો વળી, મેઘપર બોરીચીમાં રહેતો યુવાન પાડોશીના ઘેર સૂવા જતાં નિશાચરો બંધ મકાનમાં ત્રાટકી રોકડ તેમજ સોનાના આભૂષણો મળી કુલે રૃપિયા ૧.૮પ લાખની મતા તફડાવી નાસી છુટતાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગાઢ નિદ્રામાં પોઢી ગયેલા કાયદાના રક્ષકોને કારણે પૂર્વ કચ્છ જિલ્લામાં અનિષ્ટ પ્રવૃત્તિઓએ વેગ પકડયો છે. ચોરી, અપહરણ, હત્યા, લૂંટ વગેરે જેવા સંગીન ગુનાઓને અંજામ આપી પોલીસને લપડાક આપતા અસામાજિક તત્ત્વો સુધી પહોંચવામાં કાયદાના લાંબા હાથ ટૂંકા પડી રહ્યા હોવાનો તાલ વર્તાઈ રહ્યો છે. ત્યાં વળી આજે કાયદો વ્યવસ્થાના લીરે લીરે ઉડાવતા નિશાચરો બે સ્થળોએથી છ લાખની ચોરી કરી પલાયન થઈ જતાં લોકોની સુરક્ષા સામે પણ ગંભીર પ્રશ્નાર્થ ખડો થઈ રહ્યો છે.વરસામેડી સીમમાં થયેલી ચોરીની વારદાત સંદર્ભે અંજાર પોલીસે જણાવ્યું છે કે, આજે મદ્યરાત્રિનાં આ બનાવને અંજામ અપાયો હતો. સીમમાં ઈન્ફીનીયમ ટોયોટા કારનો શો રૃમ આવેલો છે. જ્યાં રાત્રિનાં ૧ર.ર૦થી ૧.૩૦ વાગ્યા દરમિયાન તસ્કરો ત્રાટકયા હતા અને શો રૃમની બારીના સ્ક્રુ ખોલી અંદર પ્રવેશ કર્યાે હતો, ત્યારબાદ કાચનો દરવાજો તોડી તસ્કરો કેશિયરના રૃમમાં ઘૂસી ગયા હતા જ્યાં કબાટ ખોલી તેમાંથી રોકડા રૃપિયા ૩,૯પ,૦૦૦ની મતા તફડાવી ગઠિયા ઠંડે કલેજે તસ્કરીની વારદાતને અંજામ આપી પલાયન થઈ ગયા હતા. ચોરીની ઘટના બાદ આજે સવારે કર્મચારીઓ શો રૃમે આવતા બનાવની જાણ થઈ હતી, જે અંગે શો રૃમ મેનેજર અમીન પ્રદ્યુમન મહેતાએ અંજાર પોલીસ મથકે ફોજદારી નોંધાવતાં પીએસઆઈ એ. એમ. મકવાણાએ આગળની તપાસ હાથ ધરી છે. તસ્કરીની અન્ય વારદાત અંજાર તાલુકાના મેઘપર બોરીચી મધ્યે ઘટી હતી. ઓધવ રેસિડેન્સી મકાન નં. ૯૮માં રહેતા વરૃણ ભારત નરેન્દ્રસિંહ કોહાલી જેમના પાડોશમાં જયસિંહ રહે છે. ત્યારે જયસિંહના પુત્રનો અકસ્માત થયો હતો. માટે તેઓ સપરિવાર હોસ્પિટલમાં ગયા હતા, પરંતુ વરૃણ ભારતને તેઓના ઘેર સૂવાનું કહ્યું હતું, જે અંતર્ગત યુવાન આજે તેઓના ઘેર સૂવા ગયોને ગઠિયા તેમના બંધ મકાનમાં ત્રાટકય હતા. મદ્યરાત્રિના ૧ વાગ્યાથી વહેલી સવારે ૭ વાગ્યા દરમિયાન કોઈ અજ્ઞાાત ઈસમો વરૃણ ભારતના બંધ મકાનની દીવાલ કૂદી મુખ્ય દરવાજાનું કોઈ હથિયાર વડે તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ નિશાચરો ઘરમાં રાખેલ લાકડાનું કબાટ ખોલી તેમાંથી સોનાની બે ચેઈન, ૧ કડું, ૯ વીટી, ૩ ઝુમખાં, ૧ મંગળસૂત્ર તથા ૧ કેમેરો ઉપરાંત રોકડા રૃપિયા ૪પ,પ૦૦ એમ વગેરે મળી કુલે રૃપિયા ૧,૮પ,૦૦૦ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. ઘટના બાદ મકાન માલિક પરત ફરતાં તેઓના હોશકોશ ઉડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી, ત્યારે આદિપુર પોલીસે ગુનો નોંધી પીએસઆઈ ટી. એ. ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com