Sep 22,2014 01:37:27 AM IST
 

કોડકી ગામની મહિલાની થયેલ રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલાયો

Sep 05, 2013 01:00 Gujarat > Bhuj
 
Tags:   --- comment     E-Mail     Print    
 
Viewed: 367
Rate: 5.0
Rating:
Bookmark The Article

ભુજ, તા.૪ ભુજ તાલુકાના કોડકી ગામ પાસે ગંગાજીની પાછળ આવેલા સીમાડામાં ગઈ તા. ૩૦ની રાત્રે કોડકી ગામની કોલી મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવ્યાની રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલી એલ.સી.બી.એ પૈસાની લેતીદેતી બાબતે થયેલી તકરારની દાઝ રાખી તેની હત્યા કરનાર કોડકીના જત યુવકની ધરપકડ કરી છે. કોડકી અને આસપાસના ગામોમાં ભારે ચકચાર મચાવતી આ રહસ્યમય હત્યા અંગે મળતી વિગતો મુજબ ભુજ તાલુકાના કુરબાઈ ગામની મૂળ વતની અને હાલ કોડકી ગામે રહેતી ચાર સંતાનોની માતા કોલી મહિલા જશુબેન રમેશભાઈ(ઉં.વ. ૩ર) આજે ગામમાં આવેલ ગંગાજીની પાછળ આવેલી સીમ વિસ્તારમાં રહસ્યમય હાલતમાં મૃત હાલતમાં મળી આવતા માનકુવા પોલીસ મથકના પી.આઈ. રાણાએ સ્ટાફ સાથે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં મૃતક જશુબેનના શરીર પર લોહિયાળ ઈજાઓના નિશાન હોય તેની હત્યા થઈ હોવાનું માની પોલીસે કોઈ અજાણ્યા શખસો તેની હત્યા કરીને લાશને ફેંકી ગયાના અનુમાન સાથે આ રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા એફ.એસ.એલ. અને ડોગ સ્કવોડની મદદ લીધી હતી. આ ઘટનાને પાંચ દિવસ વિત્યા છતાં તેની માનકુવા પોલીસને નહીં મળતા અંતે એસ.પી. વિધિ ચૌધરીએ આ ગુનો ઉકેલવા એલ.સી.બી.ને સૂચના કરતા પી.આઈ.મલ્હોત્રા અને સ્ટાફે માનકુવાના બસ સ્ટેન્ડ પાસેથી કોલી પરિણીતાના હત્યારાને ઝડપી લઈ તેની પાસેથી મૃતક મહિલાનો મોબાઈલ ફોન કબજે કર્યો હતો. આ અંગે એલ.સી.બી.પોલીસના જણાવ્યા મુજબ હત્યાનો ભેદ ઉકેલવા કરાયેલી તપાસ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે માનકુવા બસ સ્ટેન્ડમાં ઊભેલા ઈશુબ ઉર્ફે ઈશો હુસેન સેલેમાન જત (ઉં.વ .૩૦)ને ઝડપી લઈ તેની જીણવટભરી પૂછપરછ કરતા તેણે આ હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે કરેલી પૂછપરછમાં આરોપીના જણાવ્યા મુજબ પોતાના કાકાઈ ભાઈ ઓસમાણ જુમા જત સાથે મરનાર જશુ કોલીને પૈસાની લેતીદેતી બાબતે ઝઘડો થતા જશુએ ઓસમાણને પોતે બે મર્ડર કરી ચુકી છે અને તને પણ મારી નાખશે તેવી ધમકીઓ આપતા પોતે આ વાતથી ગુસ્સે ભરાયો હતો. આ દરમિયાન ગુરૃવારની રાત્રે પોતે જશુને મોબાઈલ ફોન કરી બોલાવતા તે એકલી આવેલી અને પોતે તેને મોટર સાઈકલ પર બેસાડીને ગંગાજીની પાછળ ખુલ્લી જગ્યામાં લઈ ગયેલો હતો જયાં તેને છરી અને કુહાડીના ઘા મારીને તેની હત્યા કરી નાખેલ અને જશુ પાસે રહેલા મોબાઈલ ફોન પોતે લઈને ત્યાંથી ચાલ્યો ગયાનું પોલીસને જણાવ્યું હતું. આમ એલ.સી.બી.એ આ રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલી આરોપી ઈશુબ ઉર્ફે ઈશો હુસેન સુલેમાન(રહે.કોડકી, હરિજન વાસ)ને ઝડપી લઈ મૃતકનો મોબાઈલ ફોન કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમા એલ.સી.બી.ના પી.આઈ. મલ્હોત્રા અને સ્ટાફના નરેન્દ્રસિંહ યાદવ, ગિરીશભાઈ વાણિયા, વનરાજસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ જાડેજા, કાનાભાઈ રબારી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ ચુડાસમા, દશરથસિંહ પરમાર તથા નરપતસિંહ સોઢા અને દીપુભા સોઢા વગેરે જોડાયા હતા.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
View More
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com