Oct 26,2014 07:18:37 AM IST
 

કચ્છના રણોત્સવમાં તંબુઓના ભાડામાં તોતિંગ વધારો ઝીંકાયો

Sep 05, 2013 01:00 Gujarat > Bhuj
 
Tags:   --- comment     E-Mail     Print    
 
Viewed: 306
Rate: 0
Rating:
Bookmark The Article

ભુજ, તા.૪ કચ્છની અસ્મિતાની ઓળખ કરાવતા અને છેલ્લા કેટલાક સમયથી દેશ-વિદેશનાં પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા કચ્છ રણોત્સવ શરૃ થવાને હજુ અઢી માસ જેટલો સમય બાકી છે. જો કે, આ અંગે પૂર્વ તૈયારીનાં ભાગરૃપે પ્રવાસીઓના તંબુમાં રાત્રિ રોકાણ માટેના ભાવપત્રકો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ગત વર્ષની સરખામણીએ તોતિંગ ભાવવધારો કરવામાં આવતાં પ્રવાસીઓ માટે અસ્મિતાની ઓળખ મોંઘી બનશે. ડિસેમ્બર-૨૦૧૩ની તા. ૧૪ થી લઇને ફેબ્રુઆરી-૨૦૧૪ની ૧૪ તારીખ સુધી એમ સળંગ બે માસ સુધી યોજાનારા રણોત્સવમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાય તેવી શક્યતા પ્રવાસન વિભાગે વ્યક્ત કરી હતી. જો કે, તેમ છતાં પણ ભાવ ઘટાડવાના બદલે ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હોવાથી સીધી અસર પ્રવાસીઓના ગજવા પર પડશે. પ્રવાસન વિભાગના સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગત વર્ષે પ્રવાસીઓ માટે વિવિધ પ્રકારનાં પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં આ વર્ષે રૃ.૧૦૦૦ થી માંડીને રૃ.૩૦૦૦ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારીના પગલે આ ભાવવધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ગત વર્ષે ટેન્ટસિટીમાં તંબુઓની સંખ્યા ૩૦૦ જેટલી હતી. જે આ વર્ષે વધારીને ૪૮૦ કરવામાં આવી છે, જેમાં તમામ તંબુ એસીવાળા છે નોન એસી તંબુ ઊભા કરવાનું કોઇ આયોજન ઘડવામાં આવ્યું નથી. સામાન્ય રીતે દર વર્ષે રણોત્સવનો પ્રારંભ ર્કાિનવલથી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે હજુ સુધી ર્કાિનવલની તારીખ પણ નક્કી કરવામાં આવી નથી તેથી રણોત્સવની સાથે ર્કાિનવલ યોજાશે કે, કેમ તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. આગામી ટુંક સમયમાં જ ટેન્ટસિટી માટે પ્રવાસીઓનું ઓનલાઇન બુકિંગ શરૃ કરવામાં આવશે. ગત વર્ષે પ્રવાસન વિભાગમાં નોંધાયેલા પ્રવાસીઓની સંખ્યા ૭૦૦૦ આસપાસ રહી હતી જે આ વર્ષે વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com