180X600.jpg
Sep 01,2015 01:23:05 PM IST
 

ભુજને નર્મદાનું અપૂરતું, ગાંધીધામને ટપ્પરનું હાનિકારક પાણી અપાય છે

Sep 05, 2013 01:01 Gujarat >
 
Tags:   -- comment     E-Mail     Print    
 
Viewed: 359
Rate: 0
Rating:
Bookmark The Article

ગાંધીધામ, તા.૪ ગુજરાતનાં છેવાડાનાં અને સૂકાભઠ્ઠ કચ્છ વિસ્તારમાં પણ નર્મદાનાં નીર પહોંચાડયા હોવાની રાજ્ય સરકારની બડાઇનો ઢોલ ખુદ ભાજપનાં જ ભુજનાં ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યએ ફોડયો છે. ગત તારીખ ૩જી સપ્ટેમ્બરનાં રોજ ગાંધીનગર ખાતે પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓ સાથે કરેલી મિટિંગમાં નિમાબેને જણાવ્યું હતું કે, ગાંધીધામ શહેરમાં ટપ્પર ડેમનું પાણી મિક્ષ કરીને આપવામાં આવે છે. તે પાણીમાં ટી.ડી.એસ વધારે હોવાથી તે હાનિકારક છે. ઉપરાંત ભુજને નર્મદાનાં પાણી પૂરતા આપી શકાતા નથી. તેમ પણ તેમણે જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યએ તા. ૩-૯-૨૦૧૩નાં રોજ ગાંધીનગર મુકામે પાણી પુરવઠા વિભાગ સાથે કચ્છનાં પાણીનાં પ્રશ્નો બાબતે ચર્ચા કરી હતી. રાજીવ ગુપ્તા અને અન્ય અધિકારીઓ સાથે મિટિંગ કરીને કેટલાક અગત્યનાં સૂચનો તેમણે કર્યા હતા. નિમાબેને અધિકારીઓને જણાવ્યું હતું કે, ગાંધીધામ વિસ્તારને નર્મદાનું પાણી ઓછુ આપવામાં આવે છે અને ટપ્પર ડેમમાંથી પાણી મિક્ષ કરવામાં આવે છે. ટપ્પર ડેમનાં પાણીમાં ટી ડી એસ ખૂબજ વધારે છે. જે હાનિકારક છે. આ બાબતે તાત્કાલિક યોગ્ય આયોજન કરીને નર્મદાનું વધારે તેમજ પૂરતા પ્રમાણમાં પાણી ગાંધીધામને આપવું. અન્ય એક સૂચન કરતા તેમણે એ પણ કહ્યું હતું કે, ભુજને નર્મદાનાં પાણી પૂરતા આપી શકાતા નથી તે માટે પમ્પિંગ વધારે કરવું. તેમજ અંજાર ખાતે પમ્પિંગ સ્ટેશન પર વધુ મશીનરી તેમજ જરૃરી મશીનરીને રિપેર કરવી. ઉપરાંત પમ્પિંગ ક્ષમતા વધારવી જેથી ભુજને નર્મદાનું પૂરતુ પાણી મળી શકે. ધારાસભ્યે પાણી પુરવઠા વિભાગને કરેલા આ બે સૂચનોથી સાબિત થાય છે કે, રાજ્ય સરકાર જેટલું ગાઇ-વગાડીને કહે છે. તેટલું કામ કચ્છમાં નર્મદા યોજનાનું થયું નથી અને તેનાં કારણે જ લોકોને પાણીની હાડમારી વેઠવી પડે છે અથવા વધારે ટીડીએસ વાળુ હાનિકારક પાણી પીવું પડે છે. ઉલ્લેખનીય છે કે, ભુજ અને લખપત તાલુકામાં વરસાદ ન આવવાને લીધે અછતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આગોતરા આયોજન તરીકે આ બંને તાલુકાઓમાં અછતનાં માસ્ટર પ્લાન બનાવવા અને ખાસ કરીને પાણી અને ઘાસચારાની વિશેષ તકેદારી રાખવાની જરૃરિયાત છે. ભુજ તેમજ લખપત બંને તાલુકાનાં લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. તેમજ પશુઓની સંખ્યા વિશેષ હોવાને લીધે પાણીની ૃજરૃરિયાત બાબતે વ્યવસ્થિત આયોજન જરૃરી છે. તે અનુસંધાને આનાવારી બાબતે સહેજ પણ ચુક ન થાય અને આનાવારી નિયમ મુજબ વ્યવસ્થા કરવા માટે ધારાસભ્ય નિમાબેન આચાર્યએ પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી.
 
Share This



 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com